ગોલ્ડ ક્રાઇમ/ સુરતમાં કરોડોની કિંમતનું સોનું પકડાયું : ડીઆરઆઈના દરોડા

બાતમીના આધારે સુરત DRIની ટીમ દ્વારા જ્વેલર્સની દુકાન પર છેલ્લા ઘણા સમયથી વોચ રાખવામાં આવી રહી હતી અને છેલ્લે દરોડા પાડયા હતા.

Top Stories Gujarat Surat
દરોડા

સુરતમાં દરોડા પડ્યા છે. ડાયમંડ સિટીમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ  દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી એક જ્વેલરી શોપમાં DRI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દુબઇથી દાણચોરી કરીને સુરત લવાતા સોના સામેની આ તપાસમાં DRIની ટીમને મોટી સફળતા મળી છે. દરોડા દરમિયાન 10 કરોડની કિંમતનું  18 કિલોથી વધુ દાણચોરીનું સોનુ મળી આવ્યું છે.

મળતી વિગત અનુસાર બાતમીના આધારે સુરત DRIની ટીમ દ્વારા શહેરના લંબે હનુમાન રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાન પર છેલ્લા ઘણા સમયથી વોચ રાખવામાં આવી રહી હતી. દાણચોરી કરાયેલા F.O ગોલ્ડનો વેપાર કરનાર વ્યક્તિ સુરતમાં એક જ્વેલરી શોપમાં માલસામાનની ડિલિવરી કરવાનો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ જેવો તે વ્યક્તિ સોનુ આપવા ગયો કે તરત DRI દ્વારા સર્ચ હાથ ધરાયું હતું.  સર્ચ દરમિયાન દુકાનમાંથી 135 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ કુલ સોનાનું વજન 15.7 કિગ્રા જેવું છે જેની કિંમત 8.6 કરોડની થાય છે. સોનું લાવનાર વ્યક્તિ અને જ્વેલરી યુનિટના ભાગીદારોની પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુનો સ્વાકાર્યો હતો. તેમણે સ્વીકાર્યુ કે આ સોનાની લગડીઓ દેશમાં દાણચોરી કરીને સુરતના વિવિધ બુલિયન ડીલરોને મોકલવામાં આવી હતી. ત્યારબાદ બુલિયનના એક વેપારી પર ફોલોઅપ કાર્યવાહીમાં વિદેશી મૂળના 27 સોનાના ટુકડા મળ્યા હતા. 2.466 કિગ્રા વજનના આ ટુકડાઓની કિંમત રૂ. 1.35 કરોડ છે. ડીઆરઆઇ દ્વારા સોનાના બંને કન્સાઈનમેન્ટની અટકાયત કરવામાં આવી છે અને સંડોવાયેલા લોકોની પૂછપરછ કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : આખરે હાર્દિક પટેલ કેમ વારંવાર પોતાનું મંતવ્ય બદલાતો જોવા મળી રહ્યો છે?