Not Set/ પેટાચૂંટણી/ ગુજરાતમાં છ બેઠકો માટે, 14 લાખ કરતાં વધુ મતદારો 21મી ઓકટોબરે કરશે મતદાન

ગુજરાતમાં છ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે. દરમિયાન મુખ્યરાજકીયપક્ષે ચૂંટણી પ્રચાર વેગવાન બનાવ્યો છે. તો ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો છે. ચૂંટણીપંચે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સાથે વિવિધ રાજ્યમાં ખાલી પડેલી 64 બેઠક માટેની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતમાં ખાલી […]

Gujarat Others Politics
ec પેટાચૂંટણી/ ગુજરાતમાં છ બેઠકો માટે, 14 લાખ કરતાં વધુ મતદારો 21મી ઓકટોબરે કરશે મતદાન

ગુજરાતમાં છ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે. દરમિયાન મુખ્યરાજકીયપક્ષે ચૂંટણી પ્રચાર વેગવાન બનાવ્યો છે. તો ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો છે.

ચૂંટણીપંચે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સાથે વિવિધ રાજ્યમાં ખાલી પડેલી 64 બેઠક માટેની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતમાં ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં થરાદ – ખેરાલુ – અમરાઇવાડી – લુણાવાડા – રાધનપુર અને બાયડની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. જ્યારે એક માત્ર મોરવાહડફ વિધાનસભાની ખાલી બેઠક પર ભૂપેન્દ્ર ખાંટના અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે રજૂ કરેલાં આદિવાસી જાતિના ખોટા પ્રમાણપત્રના આધારે ફોર્મ ભર્યું. અને વિજેતા થયા અને ધારાસભ્ય પણ બન્યા ત્યારે આ મામલો હાઇકોર્ટના દ્વારે હોવાથી ચૂંટણી પંચે આ બેઠક પર ચૂંટણી યોજવા જાહેરાત કરી નથી. જ્યારે અન્ય છ બેઠકો પર ચૂંટણી યોજવા ચૂંટણી પંચે તૈયારીને આખરી ઓપ આપ્યો છે.

ચૂંટણીપંચના જણાવ્યા મુજબ ગુજરાતમાં આયોજીત 6 વિધાનસભાની ખાલી બેઠક માટે 14 લાખ 76 હજાર 715 મતદારો માટે 1 હજાર 781 મતદાન મથકો પર મતદાન યોજાશે

વિધાનસભા   –                મતદારો                              મતદાન મથક

   બેઠક               પુરૂષ     –     મહિલા   – અન્ય –   કુલ

  -થરાદ          –     1,15,711   –  1,02,138   –  —     2,17,849      260

  -ખેરાલુ         –     1,08,930  –  1,00,707  –  03    2,09,640      269

  -અમરાઇવાડી  –   1,49,188  –   1,29,891  –  03    2,79,082      253

  -લુણાવાડા     –     1,38,023  –   1,31,091  –  03    2,69,117       357

  -રાધનપુર     –      1,40,291   –  1,29,548 –   03    2,69,842      326

  -બાયડ        –      1,18,848   –  1,12,337  –  —      2,31,185      316

      કુલ————- 7,70,991—–7,05,712—-12—-14,76,715—-1791——-

લોકસભા ચૂંટણી – 2019નો રેકોર્ડ ભાજપે પ્રસ્થાપિત કર્યો અને તમામ 26 બેઠકો પર કમળ ખીલ્યું,  તે રીતે વિધાનસભાની પેટાચૂંટણીમાં 6 બેઠકો કબજે કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ પ્રચાર વેગવાન કરી રાધનપુર અને બાયડના મતદારોને અને ઠાકોર – ચૌધરી સમાજના મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો છે. તો કોંગ્રેસે પણ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ પક્ષાંતર અને કોંગ્રેસના સિદ્ધાંત સાથે કોંગ્રેસ બાંધછોડ કરતાં નથી. તેની પ્રતિતિ કરાવી મતદારોને રીઝવવા કવાયત કરી છે. દરમિયાન છ બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીપંચે તમામ તૈયારી પૂર્ણ કરી છે. ત્યારે હવે જાતિ આધારિત આયોજીત પેટાચૂંટણીમાં મતદારોનો ઝોક કયા પક્ષ કે ઉમેદવારને પસંદ કરશે, તે માટે 24 ઓક્ટોબર સુધી રાહ જોવી જ રહી.

અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ, અમદાવાદ……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.