Not Set/ ગુજરાતના મેગા સીટીઓમાં ખૂટી પડી રસી,વેક્સિનેશન કેન્દ્ર બંધ હોવાથી લોકોમાં  રોષ ફેલાયો

જરાતના અમદાવાદમા,રાજકોટ,  સુરત માં પણ વેક્સિનેશન સેન્ટર બહાર મોટા અક્ષરોમાં વેક્સિનેશન સેન્ટર બંધ રહેવાની નોટિસ લગાવવામાં આવી છે.

Gujarat Others
Untitled 266 ગુજરાતના મેગા સીટીઓમાં ખૂટી પડી રસી,વેક્સિનેશન કેન્દ્ર બંધ હોવાથી લોકોમાં  રોષ ફેલાયો

સમગ્ર દેશ માં કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર  જોવા મળી હતી .સરકાર દ્વારા આ બીજી લહેર ને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો  કરતી જોવા મળે છે .જે અંતર્ગત સમગ્ર દેશ માં  વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત  કોરોનાનીઆ ત્રીજી લહેરની આશંકાને જોતા વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી રહી છે. મોદી સરકારે વેક્સિનેશન અભિયાનના પ્રથમ દિવસે 88.09 લાખ લોકોનું વેક્સિનેશન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, હવે તેની ગતિમાં પ્રતિદિવસ ઘટાડો આવી રહ્યો છે અને તેના પાછળનું કારણ છે વેક્સિનની અછત  જે  હવે તે અછત ગુજરાત માં જોવા મળી રહી છે ., ગુજરાતના અમદાવાદમા,રાજકોટ,  સુરત માં પણ વેક્સિનેશન સેન્ટર બહાર મોટા અક્ષરોમાં વેક્સિનેશન સેન્ટર બંધ રહેવાની નોટિસ લગાવવામાં આવી છે. જેથી લોકોને ત્યાં નો ધક્કો થાય છે .

રૂપાણી સરકાર ફ્રિ વેક્સિનેશનને લઈને અનેક મોટી જાહેરાતો કરી ચૂકી છે. જેમ કે, ડોર-ટૂ ડોર વેક્સિનેશન કરીશું વગેરે, ઓન ધ સ્પોટ  વેક્સીનેસન  જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે .તેમ છતાં પણ આવા મેઘાસીટીમાં વેક્સિનેશનની અછત સર્જાવવા લાગી છે, જે  રૂપાણી સરકારની મેનેજમેન્ટની નિષ્ફળતા દર્શાવે છે.રસીનો જથ્થો ખૂટતા રસી લેવા આવેલા લોકોને પડી રહી છે હાલાકી ભોગવવી પડી તેમજ વેક્સિનેશન કેન્દ્ર બંધ હોવાથી લોકોમાં  રોષ ફેલાયો જોવા મળ્યો