Not Set/ હળવદમાં આર્મીનું પેરામોટર નિહાળવા જનમેદની ઉમટી,આર્મીના જવાનો ૧૬૩૧ કિ.મી.નો કરશે પ્રવાસ

હળવદ, હળવદના શ્રી હરિકૃષ્ણધામ ખાતે આર્મીનું પેરામોટર નિહાળવા જનમેદની ઉમટી હતી. દેશની સરહદની રક્ષા કરતી સુરક્ષા એજન્સીઓ સરહદનું રખોપું કરવા સાથે અનેક આયોજન હાથ કરતી હોય છે. ત્યારે વધુ એક આવો જ આયોજન ભારતીય આર્મીએ ભુજથી મહારાષ્ટ્રના સિકંરાબાદ સુધીની પેરામોટર અભિયાન અંતર્ગત સફર ખેડયું છે. આ અભિયાન ૩જી ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર સુધી એટલે કે, ૧૧ […]

Top Stories Gujarat Others Videos
mantavya 29 હળવદમાં આર્મીનું પેરામોટર નિહાળવા જનમેદની ઉમટી,આર્મીના જવાનો ૧૬૩૧ કિ.મી.નો કરશે પ્રવાસ

હળવદ,

હળવદના શ્રી હરિકૃષ્ણધામ ખાતે આર્મીનું પેરામોટર નિહાળવા જનમેદની ઉમટી હતી. દેશની સરહદની રક્ષા કરતી સુરક્ષા એજન્સીઓ સરહદનું રખોપું કરવા સાથે અનેક આયોજન હાથ કરતી હોય છે.

ત્યારે વધુ એક આવો જ આયોજન ભારતીય આર્મીએ ભુજથી મહારાષ્ટ્રના સિકંરાબાદ સુધીની પેરામોટર અભિયાન અંતર્ગત સફર ખેડયું છે.

આ અભિયાન ૩જી ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર સુધી એટલે કે, ૧૧ દિવસ ચાલશે. ત્યારે ઈન્ડિયન આર્મીનું પેરામોટર અભિયાન હળવદના શ્રી હરિકૃષ્ણધામ ખાતે આવી પહોંચ્યું હતું.

જયાં મંદિરના પૂજ્ય મંત્રપ્રકાશ દાસજી સ્વામી અને પૂજ્ય વિશ્વવંદન દાસજી સ્વામી દ્વારા તેમનું ફુલહાર સાથે સ્વાગત કરાયું હતું અને આ વેળાએ આર્મીના જવાનોએ ઉપસ્થિત સૌ બાળકો સહિત લોકોને પેરામોટરનું કર્તબ દર્શાવ્યું હતું. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકોએ પેરામોટરની ઉડાનનો નજારો નિહાળ્યો હતો.