Not Set/ મહારાષ્ટ્રમાં 100 વર્ષ જુના બ્રિજને વિસ્ફોટકની મદદથી કરાયો ધરાશાયી

મહારાષ્ટ્રમાં આવેલાં 100 વર્ષ જુના બ્રિજને ધરાશાયી કરી દેવામાં આવ્યો છે.આ બ્રિજ થાણેમાં આવેલો હતો. પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ (PWD) દ્વારા સોમવારે આ બ્રિજને વિસ્ફોટક દ્વારા ઉડાડી દેવામાં આવ્યો હતો. આ બ્રિજ કાલુ નદી પર હતો. આ બ્રિજ મુરબાદ અને શહાપુર વચ્ચે હતો. આ બે વિસ્તારને જોડતા બ્રિજ જર્જરિત હાલતમાં હતો એટલા માટે જ ખુદ પ્રશાશને […]

Trending Videos
bridge મહારાષ્ટ્રમાં 100 વર્ષ જુના બ્રિજને વિસ્ફોટકની મદદથી કરાયો ધરાશાયી

મહારાષ્ટ્રમાં આવેલાં 100 વર્ષ જુના બ્રિજને ધરાશાયી કરી દેવામાં આવ્યો છે.આ બ્રિજ થાણેમાં આવેલો હતો. પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ (PWD) દ્વારા સોમવારે આ બ્રિજને વિસ્ફોટક દ્વારા ઉડાડી દેવામાં આવ્યો હતો.

આ બ્રિજ કાલુ નદી પર હતો. આ બ્રિજ મુરબાદ અને શહાપુર વચ્ચે હતો. આ બે વિસ્તારને જોડતા બ્રિજ જર્જરિત હાલતમાં હતો એટલા માટે જ ખુદ પ્રશાશને જ આ બ્રિજને ધમાકા સાથે જમીનદોસ્ત કરી દીધો.

વર્ષની શરૂઆતમાં આ બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર રોક લગાવી દેવામાં આવી હતું. ત્યારબાદ આ બ્રિજને ‘જોખમી’ તરીકે જાહેર કરી દેવાયો હતો.

આ બ્રિજને ધરાશાયી કર્યા બાદ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ (PWD) દ્વારા નવા બ્રિજનાં બાંધકામ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.

બ્રિજ ધમાકા બાદ બ્રિજ નીચેનું નદીનું પાણી કાટમાળ અને ધુમાડાથી ભરાઈ ગયું હતું.

જુઓ અહી વિડીયો,