Not Set/ કોરોના વિરુદ્ધ લડાઇમાં હવે Google કરશે દેશને 135 કરોડ રૂપિયાની મદદ, સુંદર પિચાઇએ ટ્વીટ કરી આપી જાણકારી

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કેર જોવા મળી રહ્યો છે. 2020 ની વાત કરીએ તો સૌથી વધુ અમેરિકામાં આ વાયરસનાં દૈનિક કેસો સામે આવતા હતા.

Trending
123 120 કોરોના વિરુદ્ધ લડાઇમાં હવે Google કરશે દેશને 135 કરોડ રૂપિયાની મદદ, સુંદર પિચાઇએ ટ્વીટ કરી આપી જાણકારી

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કેર જોવા મળી રહ્યો છે. 2020 ની વાત કરીએ તો સૌથી વધુ અમેરિકામાં આ વાયરસનાં દૈનિક કેસો સામે આવતા હતા. પરંતુ આજે સ્થિતિ બદલાઇ ગઇ છે, આજે સૌથી વધુ દૈનિક કેસોની યાદીમાં ભારત નંબર વન પર પહોંચી ગયુ છે. જે ભારત સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ વચ્ચે ગૂગલ ભારતની મદદ કરવા આગળ આવ્યુ છે.

ઝારખંડ / કોરોનાકાળમાં નક્સલવાદીઓ થયા સક્રિય, બોમ્બથી ઉડાવી દીધો રેલ્વે ટ્રેક

ભારતમાં દરરોજ વધતા જતા કોરોનાનાં કેસોને કારણે દેશભરમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. આવી સ્થિતિમાં ઘણા મૈત્રીપૂર્ણ દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે. હવે ગૂગલ કંપનીએ પણ ભારતને મદદ કરવા માટે 135 કરોડ રૂપિયાનાં ભંડોળની જાહેરાત કરી છે. ગૂગલનાં સીઈઓ સુંદર પિચાઈએ ખુદ ટ્વીટ કરીને આની માહિતી આપી છે. સુંદર પિચાઇનાં ટ્વીટ મુજબ, ‘ભારતમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ગૂગલે 135 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ ભંડોળ ભારતને ‘Give India’ અને યુનિસેફ દ્વારા આપવામાં આવશે.’

રાજકારણ / કોરોનાકાળમાં PM ની ટીકા પર અનુપમ ખેરનું ટ્વીટ, કહ્યુ- ‘ચિંતાનાં કરો આવશે તો મોદી જ’

Give India ને આપવામાં આવતા ભંડોળ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ તેમના રોજિંદા ખર્ચ પૂરા કરી શકે. ત્યારબાદ, યુનિસેફ દ્વારા ઓક્સિજન અને ટેસ્ટિંગ ઉપકરણો સહિત અન્ય તબીબી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ગૂગલનાં કર્મચારીઓ પણ ભારત માટે ભંડોળ એકત્ર કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગૂગલનાં 900 કર્મચારીઓએ 3.7 કરોડનું ભંડોળ એકઠું કર્યું છે. આપને જણાવી દઈએ કે, રવિવારે ભારતમાં કોરોનાનાં સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. એક દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. વળી, 2800 થી વધુ દર્દીઓ કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા હતા. ભારતમાં કોરોનાને કારણે આ સૌથી વધુ મોત છે.

Untitled 43 કોરોના વિરુદ્ધ લડાઇમાં હવે Google કરશે દેશને 135 કરોડ રૂપિયાની મદદ, સુંદર પિચાઇએ ટ્વીટ કરી આપી જાણકારી