Not Set/ વિરે દી વેડીંગ વિવાદ: પાકિસ્તાની મિડિયા પર સોનમના પ્રહાર

સોનમ કપૂરની ફિલ્મ વિરે દી વેડીંગે એમાં દર્શાવાયેલા સીનના કારણે ખુબ વિવાદ આચર્યો છે. થોડા દિવસ આગાઉ સોનમ કપૂર દિલ્હીમાં એક સિનેમાઘરમાં તેના ફેન્સ ને મળવા અને અભિનંદન આપવા ગઈ હતી. જ્યાં તેને ફિલ્મ વિરે દી વેડીંગમાં  દર્શાવવામાં  આવેલા સ્વરા ભાસ્કરના વિવાદાસ્પદ સીન વિશે પૂછવામાં આવ્યું હતું. અભિનેત્રીએ સ્વરાનો બચાવ કરતા કહ્યું કે મને લાગે […]

Trending Entertainment
a246774041d23ef16d284cec915c6b77 વિરે દી વેડીંગ વિવાદ: પાકિસ્તાની મિડિયા પર સોનમના પ્રહાર

સોનમ કપૂરની ફિલ્મ વિરે દી વેડીંગે એમાં દર્શાવાયેલા સીનના કારણે ખુબ વિવાદ આચર્યો છે. થોડા દિવસ આગાઉ સોનમ કપૂર દિલ્હીમાં એક સિનેમાઘરમાં તેના ફેન્સ ને મળવા અને અભિનંદન આપવા ગઈ હતી. જ્યાં તેને ફિલ્મ વિરે દી વેડીંગમાં  દર્શાવવામાં  આવેલા સ્વરા ભાસ્કરના વિવાદાસ્પદ સીન વિશે પૂછવામાં આવ્યું હતું. અભિનેત્રીએ સ્વરાનો બચાવ કરતા કહ્યું કે મને લાગે છે લોકોને ટ્રોલ કરવું ગમે છે કારણ કે સ્વરાનું પોતાનું મંતવ્ય તેનો દ્રષ્ટિકોણ દર્શાવે છે, અને હું વિચારું છું કે લોકો સ્વરાને કેટલો પ્રેમ કરે છે કારણ કે નફરતનું વિરોધી હમેશા પ્રેમ જ  હોય છે.

378015 sonam swara વિરે દી વેડીંગ વિવાદ: પાકિસ્તાની મિડિયા પર સોનમના પ્રહાર

પાકિસ્તાનના એક મેગેઝીને સોનમની આ વાત ટ્વીટ કરી હતી અને તેને અલગ જ રીતે દર્શાવી હતી. તેમને લખ્યું કે પાકિસ્તાન વિશે સ્વરાની પ્રતિક્રિયા બાદ સોનમે કહ્યું કે લોકોને ટ્રોલ કરવું ગમે છે કારણ કે સ્વરાનું પોતાનું મંતવ્ય તેનો દ્રષ્ટિકોણ દર્શાવે છે, અને હું વિચારું છું કે લોકો સ્વરાને કેટલો પ્રેમ કરે છે કારણ કે નફરતનું વિરોધી હમેશા પ્રેમ જ  હોય છે.

સોનમ પાકિસ્તાની મેગેઝીનની ટ્વીટ વાંચીને ધુઆ-પુઆ થઇ ગઈ હતી તેમજ તેણે ટ્વીટર પોતાની વાત કરતા લખ્યું કે એનો(સ્વરા) બચાવ કરવામાં અને તેની(સ્વરા) પાકિસ્તાન વિશેની ટીપ્પણીઓ વચ્ચે કઈ સમાનતા નથી. તમારા સત્યની ચકાસણી કરો અને નફરત ફેલાવવાનું બંધ કરો.

આ વિવાદની વાત કરીએ તો સ્વરાએ એક ઈન્ટરવ્યુંમાં પાકિસ્તાને તેની ફિલ્મ પર લગાવેલા પ્રતિબંધ વિશે વાત કરતા કહ્યું હતું કે પાકિસ્તાન સાંપ્રદાયિક દેશ છે, મને કોઈ આશ્ચર્ય નથી થતું, પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. જણાવી દઈએ કે સ્વરાના આ નિવેદન બાદ ઘણાં લોકોએ એની ટીકા કરી હતી.