Not Set/ કોરોના સંક્રમિત દર્દીઓને માનસિક તાણમાંથી મુક્તિ અપાવવા કરી આવી વ્યવસ્થા

સુરત નાના વરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે અને કોરાના તણાવમાંથી હળવાશ અનુભવે તેવા વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Gujarat Surat Trending
morva hafdaf 3 કોરોના સંક્રમિત દર્દીઓને માનસિક તાણમાંથી મુક્તિ અપાવવા કરી આવી વ્યવસ્થા

કોરોના સંક્રમણના અજગરી ભરડામાં સમગ્ર સુરત શહેર આવી ગયું છે. દરેક વિસ્તારમાં કોરોના સંક્રમણ નો વ્યાપ વધી ગયો છે. સુરત નાના વરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે અને કોરાના તણાવમાંથી હળવાશ અનુભવે તેવા વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી આઇસોલેશન વોર્ડ સેન્ટર તૈયાર કરવાની ફરજ પડી છે. જેમાં સામાજિક સંગઠનો અને NGO આગળ આવી રહી છે. નાના વરાછા વિસ્તારમાં યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કુલ 35 બેડ નો ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓને મોટીવેટ કરવા માટે સૌથી વધુ પ્રયાસો ટ્રસ્ટના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

કોવિડ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ તણાવમુક્ત થાય તેના ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. શહેરમાં ચારે તરફ કોરોના ના ડરનો માહોલ ઉભો થયો છે.જે વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તે વધુ ભયમાં હોવાનું જોવા મળે છે. સંચાલકો દ્વારા આઇસોલેશન સેન્ટરમાં એરોબિક્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. રોજ અલગ અલગ કાર્યક્રમો આઇસોલેશન સેન્ટરમાં કરવામાં આવે છે. જેમકે એક દિવસ હાસ્ય કલાકાર, યોગા, ખોડલ માતાની આરતી, મોટીવેશન સ્પીકર્સ, ગરબા તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.

કોરોના સંક્રમિત દર્દીઓને આવી સ્થિતિમાં પણ જો મનોરંજન પૂરું પાડવામાં આવે તો તેઓ માનસિક તાણમાંથી મુક્ત થઈ શકે છે. પરિણામે જે સારવાર આપવામાં આવી રહી છે તેનાથી તેની રિકવરી વધુ ઝડપથી આવી શકે છે.આઇસોલેશન સેન્ટરમાં તમામ વયના દર્દીઓ આવી રહ્યા છે. જ્યાં સુધી હોસ્પિટલમાં વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ દર્દીઓ અહીં જ ઓક્સિજન ના સહારે સારવાર લઇ રહ્યા છે ઘણા એવા દર્દીઓ છે કે જે અહીં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને પોતાના ઘરે જતા રહે છે. તો કોઈક ને વધારે ઇન્ફેક્શન હોય તો તેઓ હોસ્પિટલમાં વ્યવસ્થા થતાની સાથે જ ત્યાં જતા રહે છે.

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત ખુટાની જણાવ્યું કે અમે આવેલા તારા તમામ દર્દીઓને માનસિક શાંતિ અને તણાવમુક્ત રહેવા માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા છે .યોગા અને મોટીવેશન સ્પીકર ઓન ની મદદથી તેમને માનસિક સ્થિરતા આપવાનો પ્રયાસ કરીએ છીએ એરોબિક્સ અને હાસ્ય કલાકારો ને બોલાવીને તેમના મનોરંજન કરવાનો પણ પ્રયાસ કરીએ છીએ. તમામ દર્દીઓને બે ટાઇમ નાસ્તો અને બે ટાઈમ જમવાની વ્યવસ્થા અને સમયાંતરે સતત દર્દીઓને જ્યુસ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને દર્દીઓને સમતોલ આહાર મળી રહે.