સુરત/ તાપી નદી ગંદકી અને જળ કુંભીને લઈને પ્રદુષિત, શહેરીજનો લીલવાળું ગંદુ પાણી પીવા માટે મજબૂર

સુરત શહેરના લોકો લીલવાળું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું છે કે સુરતના વિયર કમ કોઝવેમાં રહેલા પાણીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાણીમાં લીલ અને કચરાનું સામ્રાજ્ય હોવાના કારણે મનપાની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Gujarat Surat
લીલવાળું ગંદુ પાણી

સુરતમાં કરોડોના ખર્ચે ચાલી રહેલા તાપી શુદ્ધીકરણ પ્રોજેકટને લઈને તંત્રની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યાં છે. અત્યારે તાપી નદીની ચારેતરફ લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો સુરતના લોકોને પીવાનું પાણી પુરુ પાડતો કતારગામ અને રાંદેરને જોડતા કોઝવેમાં પર પણ ચારેતરફ ગંદકી જોવા મળી રહી છે.રાંદેર સિંગણપોરને જોડતા કોઝવે પર શ્રીફળ, ફૂલ, થર્મોકોલ, પ્લાસ્ટીકની બોટલો સહિતનો કચરો જોવા મળે છે. કચરા અને પાણીમાં રહેલી લીલના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે.પાણીમાંથી દુર્ગંધ આવવાના કારણે કોઝવે પરથી પસાર થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તો તાપી નદીમાં લીલના કારણે શહેરીજનો લીલવાળું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

સુરત શહેર સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ હવે સ્વચ્છતામાં પણ દેશમાં પહેલો ક્રમાંક મેળવવા સુરત આગળ વધી રહ્યું છે. પણ સુરતની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરતની તાપી નદીમાં ચારે તરફ લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુરતના લોકોને પીવાનું પાણી પૂરું પાડતો કતારગામ અને રાંદેરને જોડતા કોઝવેના તાપી નદીના પાણીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

રાંદેર સિંગણપોરને જોડતા કોઝવેના શ્રીફળ, ફૂલ, થર્મોકોલ, પ્લાસ્કિટની બોટલ સહિતનો કચરો પણ જોવા મળે છે. આ કચરાના અને પાણીમાં રહેલી લીલના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે. પાણીમાંથી દુર્ગંધ આવવાના કારણે કોઝવે પરથી પસાર થતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવેમાં રહેલું પાણી ગંદુ હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસર થાય તેવી માગણી કરવામાં આવી રહી છે.

મહત્વની વાત છે કે, સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મેળવે એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાગેલા CCTV કેમેરાના માધ્યમથી રસ્તા પર કચરો ફેંકતા લોકોને દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી રહી છે. CCTVના માધ્યમથી જાહેરમાં કચરો ફેંકનારાઓને દંડ કરવામાં આવી રહ્યો છે પણ તાપીના પાણીને શુદ્ધ કરવા માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને GPCBના અધિકારીઓ ખો રમી રહ્યા હોય તેવું લાગે છે. ત્યારે હવે તાપીનું લીલવાળું પાણી ક્યારે શુદ્ધ કરવામાં આવશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો:ટ્વિટરમાં મોટો ફેરફાર, PM મોદી, અમિત શાહ સહિત અનેક લોકોના એકાઉન્ટમાંથી બ્લુ ટિક ‘ગાયબ’

આ પણ વાંચો:શ્રદ્ધા વોકર મર્ડર કેસથી લઈને ક્રાઈમના આ 5 સમાચાર જેણે લોકોને હચમચાવી દીધા

આ પણ વાંચો:AAP પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ, ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર…