વલસાડ/ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માં વલસાડ જિલ્લાના રહીશો થયા માલામાલ

વલસાડ જિલ્લાના 29 ગામોની જમીન સંપાદિત કરવામાં આવી છે. આથી અસંખ્ય ખેડૂત પરિવારોએ પોતાની જમીન ગુમાવી છે. પરંતુ તેની સામે સરકારે જે વળતર ચૂકવ્યું છે.

Gujarat Others
વલસાડ જિલ્લાના

કેન્દ્ર સરકાર દ્વારા નિર્માણ થઇ રહેલ  દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. હાઇવે ના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વલસાડ જિલ્લાના 29 ગામોની જમીન સંપાદિત કરવામાં આવી છે. આથી અસંખ્ય ખેડૂત પરિવારોએ પોતાની જમીન ગુમાવી છે. પરંતુ તેની સામે સરકારે જે વળતર ચૂકવ્યું છે. તે વળતર ને  લઈ અસરગ્રસ્ત ખેડૂત પરિવારો માલામાલ થઈ ગયા છે. અને જાણે આ સુપર એક્ષપ્રેસ હાઇવે અસરગ્રસ્ત ખેડૂતો માટે જેકપોટ પુરવાર થઈ રહ્યો હોય તેમ અનેક આદિવાસી  પરિવારોના સપના સાકાર કરતો હાઇવે પુરવાર થઈ રહ્યો છે..કેવી રીતે ?

કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિકાસને વધુ વેગવંતુ બનાવવા દેશભરમાં નવા એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે નું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સરકાર તેની પાછળ કરોડો  રૂપિયા ખર્ચી રહી છે. મહત્વપૂર્ણ છે કે કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે જે તે દેશ કે રાજ્યના માર્ગો અને હાઇવે વિકાસની કરોડરજ્જુ માનવામાં આવે છે. ત્યારે  કેન્દ્ર સરકાર દ્વારા દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લઈ દેશની આર્થિક રાજધાની મુંબઈને જોડતા મહત્વકાંક્ષી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે નું નિર્માણ થઈ રહ્યું છે.આ હાઇવે ના નિર્માણ માટે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે ગુજરાત રાજ્યમાંથી પણ પસાર થઈ રહ્યો છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના 29 ગામોમાંથી પણ આ સુપર એક્સપ્રેસ હાઈવે પસાર થઈ રહ્યો છે.આ એકસપ્રેસ  હાઇવે ના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વલસાડ જિલ્લાના 29 ગામોની 590 એકર  થી વધુ જમીન સંપાદિત કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના એક્સપ્રેસ હાઈવે માં જમીન ગુમાવનાર 2000થી વધુ ખેડૂત પરિવારો ને સરકાર દ્વારા મોં માંગ્યા અને ખેડૂતોની કલ્પના બહારના વળતર ચૂકવતા આ  ખેડૂતો માલામાલ થઈ ગયા છે. આથી સરકારનો આ દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે અસરગ્રસ્ત ખેડૂતો માટે જેકપોટ પુરવાર જેકપોટ પુરવાર થઈ રહ્યો છે.

વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત  એવા ખેડૂત પરિવારો જે પતરાના કે કાચા મકાનમાં રહેતા હતા અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. ખાવાના પણ ફાફા હતા એવા પરિવારો અત્યારે માલામાલ થઈ ગયા છે.કાચા ઘરની જગ્યાએ આલીશાન બંગલાઓ બંધાઈ રહ્યા છે. સાથે જ સાયકલ પર ફરવાના દિવસો હતા તેની જગ્યાએ હવે મોંઘીદાર ગાડીઓ ખરીદી રહ્યા છે. અને ખેડૂતોના જીવનમાં એકાએક મોટું પરિવર્તન આવી રહ્યું છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો માટે જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે આશીર્વાદરૂપ અને સપનાઓ સાકાર કરનાર હાઇવે પુરવાર થઈ રહ્યો હોવાનું ખેડૂતો માની રહ્યા છે.

જિલ્લાના 29 ગામોમાંથી આ એકસપ્રેસ હાઇવે પસાર થઈ રહ્યો હોવાથી સરકાર દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અંદાજે 2000 કરોડથી વધુ નું વળતર ચૂકવાવમાં આવી રહ્યું છે.વલસાડ  જિલ્લાના એકલા અટગામ ગામમાં જ 80 થી વધુ  ખેડૂતોની જમીન સરકાર દ્વારા આ એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત કરવામાં આવતા આ પરિવારોએ પોતાની મહામૂલી જમીન ગુમાવવા નો વારો આવ્યો હતો.જોકે  જમીન સંપાદનની સામે એકલા અટગામમાં જ અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા 200 કરોડથી વધુનું વળતર ચૂકવવામાં આવતા અટગામના એક્સપ્રેસ હાઈવે માં જમીન ગુમાવનાર ખેડૂતો માલામાલ થઈ ગયા છે. તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.અને  ગામમાં અનેક જગ્યાએ ઠેર ઠેર નવા આલીશાન મકાનો અને બંગલાઓ બંધાતા જોવા મળે છે. તો ગામમાં મોંઘા  દાટ વાહનો પણ ખરીદવામાં આવી રહ્યા છે. આથી વલસાડ જિલ્લાના એકલા અટગામ ગામમાં જ અનેક આદિવાસી  પરિવારો જમીન ગુમાવ્યા બાદ પણ કરોડપતિ તો થયા જ છે.તેની સાથે અનેક ખેડૂતોએ  જેટલી જમીન એકસપ્રેસ હાઇવે માં  ગુમાવીછે  એનાથી પણ બમણી જમીન ના માલિક બની  રહ્યા હોવાનું ગામના ખેડૂતો  માની રહ્યા છે.

વલસાડ જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ના નિર્માણ માટે સરકાર દ્વારા જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.ખેડૂતોને વળતર પણ ચૂકવવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી વલસાડ જિલ્લામાં તેના નિર્માણ સરું નથી થયું.પરંતુ નિર્માણ પહેલાજ અસરગ્રસ્ત હજારો ગરીબ ખેડૂત પરિવારો માટે આ હાઇવે શુકનવંતો પુરવાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો:તાપી નદી ગંદકી અને જળ કુંભીને લઈને પ્રદુષિત, શહેરીજનો લીલવાળું ગંદુ પાણી પીવા માટે મજબૂર

આ પણ વાંચો:AAP પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ, ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર…

આ પણ વાંચો:15 વિધાનસભાનું પ્રથમ સત્ર આજે મળશે,ગુજરાત અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે વિધેયક રજૂ કરાશે