Rajkot/ દિવાળીનો તહેવાર બની ન જાય મોટી મુસિબત, બજારોમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે લોકો

દિવાળીનાં તહેવારો નજીક આવતાની સાથે રાજકોટમાં કોરોનાએ માથું ઉચક્યું છે. એક તરફ લોકો ખરીદી કરવા બજારોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે તો બીજી તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ખરીદી તેમજ તહેવારો દરમ્યાન લોકોની બેદરકારી આવતા દિવસોમાં કોરોનાની મહામુસીબતને ફરી નોતરી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. દિવાળીના તહેવારો નજીક આવતા કોરોના કેસમાં વધારોચાલુ સપ્તાહે કોરોનાના […]

Top Stories Gujarat Rajkot
asdq 47 દિવાળીનો તહેવાર બની ન જાય મોટી મુસિબત, બજારોમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે લોકો

દિવાળીનાં તહેવારો નજીક આવતાની સાથે રાજકોટમાં કોરોનાએ માથું ઉચક્યું છે. એક તરફ લોકો ખરીદી કરવા બજારોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે તો બીજી તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ખરીદી તેમજ તહેવારો દરમ્યાન લોકોની બેદરકારી આવતા દિવસોમાં કોરોનાની મહામુસીબતને ફરી નોતરી શકે તેવી પૂરી સંભાવનાઓ છે.

દિવાળીના તહેવારો નજીક આવતા કોરોના કેસમાં વધારો
ચાલુ સપ્તાહે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા
રાજકોટ ગ્રામ્યમાં કોરોના કેસમાં વધારો
20થી 25 કેસ સામે હવે 40થી 45 કેસ નોંધાયા

ગયા અઠવાડિયે આઠ દિવસમાં 100 ની અંદર પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે આ અઠવાડિયામાં માત્ર 3 દિવસમાં પોઝિટિવ કેસનો આક 100ને પાર પહોંચ્યો છે. આઠ દિવસ પહેલા રાજકોટનાં ગામડાઓમાં દરરોજનાં 20 થી 25 કેસ આવતા હતા આજે દરરોજનાં 40 થી 45 કેસ સામે આવી રહ્યા છે. જે ચિંતાનો  વિષય બન્યો છે. જે રીતે આ દિવાળીનાં તહેવારમાં લોકો બજારોમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે તે જોતા આવનારા દિવસોમાં કોરોનાનો આંક હજુ વધે તો કોઇ નવાઇ નહી.