Political/ PM મોદીએ હિમાચલને આપી 11 હજાર કરોડની ભેટ, ઘણા પ્રોજેક્ટનું કર્યુ શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7,000 કરોડની રેણુકા ડેમ પ્રોજેક્ટ અને 1,800 કરોડ ઉપરાંત 210 મેગાવોટની લુહરી સ્ટેજ-1 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.

Top Stories India
હિમાચાલ પ્રદેશ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ, હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના સુવર્ણ જયંતી વર્ષ અને વર્તમાન રાજ્ય સરકારનાં કાર્યકાળનાં ચાર વર્ષ પૂરા થવાના અવસર પર મંડી પહોંચ્યા. PM મોદી અહીં 11,000 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યુ.

આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ

આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7,000 કરોડની રેણુકા ડેમ પ્રોજેક્ટ અને 1,800 કરોડ ઉપરાંત 210 મેગાવોટની લુહરી સ્ટેજ-1 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. શિમલા જિલ્લામાં પબ્બર નદી પર રૂ. 2,000 કરોડનાં 111 મેગાવોટ સાવડા કુડ્ડુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ રૂ. 700 કરોડનાં ખર્ચે બનનાર 66 મેગાવોટ ધૌલસિદ્ધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. શિલાન્યાસ અને ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ અહીં એક રેલીને પણ સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર પહાડી ભાષામાં કહ્યું- મને દેવભૂમિમાં આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. દેવભૂમિ તમામ દેવી-દેવતાઓને મારુ નમમ. જ્યારે હું મંડીમાં આવું છું, ત્યારે મને બદાણે રા મીઠ્ઠા અને સેપોની મોટી યાદ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વયનાં બાળકોનું રસીકરણ શરૂ થશે. મને આશા છે કે હિમાચલ પણ આમા સારું પ્રદર્શન કરશે. 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. દેશમાં એક વિચારધારા વિસર્જનની છે અને બીજી વિકાસની. વિલનનાં વિચારધારકોએ ક્યારેય પહાડો પર રહેતા લોકોની પરવા કરી નથી. વિલનની વિચારધારાઓએ હિમાચલનાં લોકોને અટલ ટનલ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડી. વિલનની વિચારધારાનાં કારણે જ રેણુકા પ્રોજેક્ટને ત્રણ દાયકા લાગ્યા.

આ પણ વાંચો – Technology / શું તમે તમારા WhatsApp ને ગોલ્ડ આઇકોનમાં બદલવા માંગો છો? તો Follow કરો આ Steps

વડાપ્રધાને પ્રવાસીઓને પ્લાસ્ટિકથી હિમાચલને પ્રદૂષિત ન કરવા વિનંતી કરી. અહીં પર્યટનની વિશાળ સંભાવના છે. હિમાચલમાં પર્યટનની મજા અહીથી વિશેષ ક્યા મળી શકે? સરકાર ખેતીમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહી છે. કેમિકલ મુક્ત કૃષિ ઉત્પાદનોની આજે માંગ છે. હિમાચલ કુદરતી ખેતીમાં સારું કામ કરી રહ્યું છે. 1.5 લાખથી વધુ ખેડૂતો રાસાયણિક મુક્ત કુદરતી ખેતીનાં માર્ગે ચાલ્યા છે. દેશનાં ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કરાયો હતો. હિમાચલ ભારતનું ફાર્મસી હબ છે. હિમાચલે પણ કોરોના સમયગાળા દરમ્યાન અન્ય દેશોની મદદ કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…