Not Set/ બનાસકાંઠામાં ઢોલ વગાડવા બાબતે દલિત પર જીવલેણ હુમલો

બનાસકાંઠા બનાસકાંઠામાં દલિતો પર અત્યાચારની વધુ એક ઘટના બહાર આવી છે. ડીસા તાલુકાનાં સામઢી ગામમાં સામાજીક પ્રસંગે ઢોલ વગાડવાને લઈને મામલો બીચક્યો છે. ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા દલિત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તને ડીસા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દલિતો પર થતાં અત્યાચાારને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ  આપ્યું છે. […]

Top Stories
surat 11 બનાસકાંઠામાં ઢોલ વગાડવા બાબતે દલિત પર જીવલેણ હુમલો

બનાસકાંઠા

બનાસકાંઠામાં દલિતો પર અત્યાચારની વધુ એક ઘટના બહાર આવી છે. ડીસા તાલુકાનાં સામઢી ગામમાં સામાજીક પ્રસંગે ઢોલ વગાડવાને લઈને મામલો બીચક્યો છે. ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા દલિત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્તને ડીસા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દલિતો પર થતાં અત્યાચાારને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ  આપ્યું છે.

નામની પાછળ ‘સિંહ’ લખતા ધોળકામાં યુવક પર હુમલો

ધોળકામાં મંગળવારે રજપૂત સમાજના લોકોએ એક દલિત યુવકને ઢોરમાર માર્યો હતો. તે યુવકે ફેસબુક પર પોતાના નામની પાછળ ‘સિંહ’ લખ્યું હતું, જેના કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સિંહ નામ રાખ્યા બાદ યુકને અનેક વખતે ધમકીઓ પણ આપવામાં આવતી હતી. મૌલિક જાધવ નામના યુવકે ફેસબુક પર નામ પાછળ સિહ લગાવ્યું હતું.

surat 12 બનાસકાંઠામાં ઢોલ વગાડવા બાબતે દલિત પર જીવલેણ હુમલો

રાજકોટમાં યુવકને ઢોરમાર મારવાનો મામલો, 

રાજકોટના શાપરમાં યુવકને ઢોરમાર મારવાનો મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો.  પોલીસ દ્વારા આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને 8.25 લાખ રૂપિયાની સહાય કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

યુવકે કારખાનામાંથી કચરાની ચોરી કરી હોવાની આશંકાને લઈને તેને કારખાનેદાર અને કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો અને તેને કારણે યુવકનું મોત થયું. પહેલા યુવકને બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હાથમાં લાકડીઓ તથા પાઈપ લઈને બેરહેમીથી પૂર્વક ફટકારવામાં આવ્યો. જેમાં ગંભીર ઈજા થતા યુવકનું મોત થયું હતુ.