Not Set/ એટલી જ મુશ્કેલી છે તો હિન્દૂ ધર્મ છોડી દે મમતા બેનર્જી : ભાજપ નેતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોબ લિંચિંગ મુદ્દે ભાજપ અને સહયોગી દળોને કહ્યું હતું કે આવા કટ્ટરપંથી લોકો દેશમાં હિન્દૂ તાલિબાન બનાવી રહ્યા છે. મમતાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાજસ્થાન સરકારના મંત્રી ડો. જસવંત સિંહે કહ્યું કે એમની માનસિક સ્થિતિ ઠીક નથી અને એમને આટલી જ મુશ્કેલી હોય તો હિન્દૂ ધર્મ છોડી દેવો જોઈએ. […]

Top Stories India
annual martyr s day rally in kolkata 4cc8c486 9048 11e8 90d0 8f805b857cc7 એટલી જ મુશ્કેલી છે તો હિન્દૂ ધર્મ છોડી દે મમતા બેનર્જી : ભાજપ નેતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોબ લિંચિંગ મુદ્દે ભાજપ અને સહયોગી દળોને કહ્યું હતું કે આવા કટ્ટરપંથી લોકો દેશમાં હિન્દૂ તાલિબાન બનાવી રહ્યા છે. મમતાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાજસ્થાન સરકારના મંત્રી ડો. જસવંત સિંહે કહ્યું કે એમની માનસિક સ્થિતિ ઠીક નથી અને એમને આટલી જ મુશ્કેલી હોય તો હિન્દૂ ધર્મ છોડી દેવો જોઈએ.

jaswant 29 5 e1532779435282 એટલી જ મુશ્કેલી છે તો હિન્દૂ ધર્મ છોડી દે મમતા બેનર્જી : ભાજપ નેતા

અલવર લિંચિંગ મામલે આરોપોનો સામનો કરી રહેલા ભાજપ પર વિપક્ષના તમામ નેતાઓએ ખુબ હુમલાઓ કર્યા હતા, આમા મમતા બેનર્જી પણ કેમ પાછળ રહેતા. મમતાના નિવેદનનો જવાબ આપતા રાજસ્થાન સરકારના મંત્રીએ કહ્યું કે જેને ખુદને જ્ઞાન નથી, દેશ સાથે પ્રેમ નથી, આનાથી વધારે બેશરમ નિવેદન મમતાજી નું શું હોય શકે કે જેટલા હિન્દૂ સંગઠનો છે, એ બધા ઉગ્રવાદી છે. તો હિન્દૂ ધર્મ છોડી દો. મમતાજી ની માનસિક સ્થિતિ ઠીક નથી.

આ પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ ગાયને ગૌમાતા કહે છે પરંતુ આ નામ સાથે લિંચિંગની ઘટનાઓ કરી રહ્યા છે અને હિન્દૂ તાલિબાન બનાવી રહ્યા છે. આવું કેટલાક કટ્ટરપંથી ધાર્મિક સંગઠન અને એમનું નફરત ફેલાવનારું કેમ્પેઇનના કારણે થયું છે. એમણે કહ્યું કે એ લોકોએ કાનૂન એમના હાથમાં લઇ લીધો છે અને લોકોની હત્યાઓ કરી રહ્યા છે.

ભાજપ સરકાર પર સવાલ ઉઠાવતા મમતાએ કહ્યું કે રાજનાથજીએ આની નિંદા કરી પરંતુ નિંદા કેમ? તેઓ પોતાના નેતાઓને રોકતા કેમ નથી, જેમનું અપરથી લોવર લેવલ પર નફરત ફેલાવનારા કેમ્પેઇનના કારણે આ હાલત પેદા થઇ છે. મમતાએ કહ્યુંએ આવું તરત જ રોકાઈ જવું જોઈએ.