Not Set/ એરટેલ ટીવી અને વોડાફોન પ્લે એપને પછાડી રિલાયન્સ જીઓ ટીવી સૌથી આગળ

રિલાયન્સ જીઓ પોતાનાં યુઝરને ઘણી બધી એપ મફતમાં વાપરવા માટે આપે છે જેમાં જીઓ મ્યુઝિક, જીઓ મની, જીઓ ટીવી વગેરે શામેલ છે. ટીવી એપ પર ઘણી લાઇવ ચેનલ અવેલેબલ છે. જીઓ ટીવી એપ્લીકેશન પર 621 લાઇવ ટીવી ચેનલ્સ અવેલેબલ છે. આ સિવાય જીઓ ટીવી પર જેટલી ચેનલ જોવા મળે છે એ અમુક DTH સર્વિસ પ્રોવાઇડર […]

Top Stories Tech & Auto Business
download 1 એરટેલ ટીવી અને વોડાફોન પ્લે એપને પછાડી રિલાયન્સ જીઓ ટીવી સૌથી આગળ

રિલાયન્સ જીઓ પોતાનાં યુઝરને ઘણી બધી એપ મફતમાં વાપરવા માટે આપે છે જેમાં જીઓ મ્યુઝિક, જીઓ મની, જીઓ ટીવી વગેરે શામેલ છે. ટીવી એપ પર ઘણી લાઇવ ચેનલ અવેલેબલ છે.

જીઓ ટીવી એપ્લીકેશન પર 621 લાઇવ ટીવી ચેનલ્સ અવેલેબલ છે. આ સિવાય જીઓ ટીવી પર જેટલી ચેનલ જોવા મળે છે એ અમુક DTH સર્વિસ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવતી ચેનલ કરતાં પણ વધુ ચેનલ છે.

jio tv app એરટેલ ટીવી અને વોડાફોન પ્લે એપને પછાડી રિલાયન્સ જીઓ ટીવી સૌથી આગળ
Reliance JioTV App Beats Airtel TV and Vodafone Play Apps by Streaming 621 Live TV Channels

આ સાથે રિલાયન્સ જીઓ ટીવી એપ બીજી બધી ઓટીટી એપ્લીકેશન જેવી કે વોડાફોન પ્લે, એરટેલ ટીવીને પછાડી સ્પર્ધામાં અવ્વલ નંબર પર આવી ગઈ છે. બીજી કોઈ એપ પર જીઓ ટીવી જેટલી ચેનલ અવેલેબલ નથી.

621 ચેનલમાં 193 ન્યુઝ ચેનલ, 122 એન્ટરટેઈનમેન્ટ ચેનલ છે. જયારે 50 ધાર્મિક ચેનલ, 49 એજ્યુકેશનલ ચેનલ, 27 બાળકોની ચેનલ, 8 બીઝનેસ ન્યુઝ ચેનલ છે.

આ ઉપરાંત જીઓ ટીવી એપમાં વિવિધ ભાષાઓમાં પણ ચેનલ અવેલેબલ છે. આ એપ પર 46 ઈંગ્લીશ એચડી ચેનલ અને 32 હિન્દી એચડી ચેનલ છે.