અમદાવાદ,
વિવાદમાં રહેતી એલ જી હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.નર્સે દર્દીને ખોટુ ઇન્જેકશન આપી દેતા હોબાળો મચી ગયો હતો.નર્સે 70 વર્ષની વૃદ્ઘાને આપવાનું ઇન્જેકશન 27 વર્ષની યુવતી આપી દીધું હતું.જેથી યુવતીની તબિયત લથડતાં આઇસીયુમાં ખસેડવામાં આવી હતી.જેથી યુવતીના પરિવારજનોમાં ચિંતાતુર બની ગયા હતા.યુવતીના પરિવારજનો દ્વારા આ બેદરાકરીને કારણે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.