દેશમાં યુવતીઓની સુરક્ષાને લઇને સરકાર કોઇ ખાસ પગલા ભરી શકવામાં અસફળ રહી છે. ત્યારે જ અવાર-નવાર યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ ઘટનાઓમાં વધુ એક ઉમેરો કરતી ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરામાં ધો 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર તેનાં જ સાથી મિત્ર યુવકોએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાનો પર્દાફાશ થયો છે. યુવકોએ પીડિત યુવતીનાં નગ્ન અવસ્થામાં ફોટો પાડી તેને બ્લેકમેઇલ કરી 50 હજાર રૂપિયા સુધી પડાવ્યાં હોવાનો પણ ખુલાસો થતાં વડોદરા પોલીસે એક સગીર સહિત ચાર દુષ્કર્મીઓની ધરપકડ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી યુવતીઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું આવી માનસિકતા ધરાવતા લોકોને કાયદાનો કોઇ ભય જ રહ્યો નથી. અવાર-નવાર દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સરકાર તરફથી કોઇ કડક નિર્ણય લેવામાં આવતા ન હોવાનુ પણ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે. તાજેતરમાં ગુજરાતનાં વડોદરા શહેરથી આ પ્રકારની જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી ધોરણ 12માં ભણતી એક યુવતી પર તેના જ સાથી મિત્રોએ વારંવાર દુષ્કર્મ કર્યુ હોવાનો ખુલાસો થયો છે. જાણવા મળ્યુ છે કે, આ વિદ્યાર્થીઓએ દુષ્કર્મ આચર્યા બાદ તેના ન્યુડ ફોટો પણ ખેચ્યા હતા, ફોટો દ્વારા તેને બ્લેકમેઇલ કરી 50 હજારની રકમની માંગણી કરી હોવાનું પણ સામે આવી રહ્યુ છે.
તેટલુ જ નહી આ નરાધમોએ તેના ફોટોને એક ગ્રુપમાં શેર કરી દીધા હતા. બદનામીનાં ભયથી આ વિદ્યાર્થીનીએ રૂપિયા આપવાનું વિચાર્યુ પરંતુ તેના પિતાએ તેને રૂપિયા સાથે પકડી પાડતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે એક સગીર સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે એક હોમગાર્ડ જવાનનો સમાવેશ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો કે આગળની તપાસ વડોદરા પોલીસે હાથ ધરી છે.