સુરત/ PM મોદી ફરી એકવાર ગુજરાત આવે તેવી શક્યતા, જાણો શું છે કાર્યક્રમ

પીએમ મોદી 17મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે,

Gujarat Surat
PM મોદી
  • PM મોદી ફરી એકવાર આવી શકે ગુજરાત પ્રવાશે
  • 17 મી ડિસે. ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા
  • સુરત હીરાબુર્જના બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે
  • સુરત એરપોર્ટના વિસ્તરણ અનાવરણનો કાર્યક્રમ થશે
  • PM મોદી દિલ્હીથી સીધા સુરત જશે

Surat News: PM મોદી 17મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે. હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે. 15 માળના 9 ટાવરમાં અંદાજે 4 હજાર 500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે. વડાપ્રધાન ઓફિસ તરફથી કાર્યક્રમની મૌખિક જાણકારી આપવામાં આવી છે. હજુ ફાઇનલ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના  ઉદ્ધાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. ઉદ્ધાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્ધાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે.

ઉદ્ઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સવગેરેની સુવિધાઓ પણ કાર્યરત કરી દેવામાં આવશે.

વડાપ્રધાન મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં 17મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે. ડ્રીમસિટી- હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ 35.54 એકરની વિશાળ જગ્યા ઉપર તૈયાર થઈ ચૂક્યું છે અને ગત ધનતેરસથી ઉદ્ઘાટનની પ્રતીક્ષામાં છે. પંદર માળના નવ ટાવર ધરાવતા આ બુર્સમાં અંદાજે 4,500 ડાયમંડ ટ્રેડિંગની ઑફિસો પૈકી કેટલીક ઑફિસો જોકે લાભપાંચમથી શરૂ થઈ ચૂકી છે.

જાણકાર સૂત્રો કહે છે કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી 17મી ડિસેમ્બરના ફંકશન અંગે હજી માત્ર મૌખિક જાણ થઈ છે, એટલે ફાઇનલ કાર્યક્રમ હજી ઘડામણમાં છે. વડાપ્રધાન મોદી છેલ્લે 30-31 ઑક્ટોબર દરમિયાન ગુજરાત આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 PM મોદી ફરી એકવાર ગુજરાત આવે તેવી શક્યતા, જાણો શું છે કાર્યક્રમ


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ

આ પણ વાંચો:સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું…

આ પણ વાંચો:વેસુમાં વિધાર્થીએ દસમાં માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારે મૃતકની આંખોનું કર્યું દાન