સાગર સંઘાણી
જામનગરઃ જામનગર તાલુકાના સચાણા માંથી બિલ આધાર વગરના 390 લીટર ડીઝલના જથ્થા સાથે એક આરોપી એલસીબીના હાથે પકડાયો અને વધુ પૂછપરછ કરી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જામનગર તાલુકાના સચાણા ગામની દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સચાણા ગામમાં રહેતો અને માછીમારી કરતો એજાજ મુસાભાઈ ગજીયા નામનો માછીમાર શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો મળી આવ્યો હતો.
એઝાઝ તલાશી લેતાં તેના કબજા માંથી 390 લીટર ડીઝલના જથ્થો મળી આવ્યો હતો. તેના બિલ આધાર વગેરેની માંગણી કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારના બિલ આધાર વગેરે ન હતા. તેના એલસીબી ની ટીમે અંદાજે ૩૫ હજાર રૂપિયાની કિંમતનો શંકાસ્પદ મનાતો ડીઝલનો જથ્થો કબજે કર્યો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, સાથો સાથ પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ
આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ
આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના
