Vadodara News/ વડોદરામાં આવકવેરા વિભાગ ત્રાટક્યું, ચાર બિલ્ડરોની દિવાળી બગડી

આવકવેરા વિભાગે પોતાની દિવાળી સુધારવા બીજાની દિવાળી બગાડવાનું શરૂ કરી દીધું છે. આવકવેરા વિભાગે વડોદરાના બે નામાંકિત બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે. પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ શહેરોની આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા છે.

Gujarat Top Stories Vadodara Breaking News

Vadodara News: આવકવેરા વિભાગે પોતાની દિવાળી સુધારવા બીજાની દિવાળી બગાડવાનું શરૂ કરી દીધું છે. આવકવેરા વિભાગે વડોદરાના ચાર નામાંકિત બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે. પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ શહેરોની આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા છે.

ચાર બિલ્ડર જૂથો પર પાડવામાં આવેલા દરોડામાં, આવકવેરા વિભાગની ટીમો રિયલ એસ્ટેટ, જૂથ સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયો અને એક ડઝનથી વધુ સ્થળોએ આર્કિટેક્ટ્સના સ્થાનોની પણ તપાસ કરી રહી છે. આટલી મોટી કાર્યવાહી બાદ મોટી કરચોરી ઝડપાય તેવી પ્રબળ શક્યતા છે. આ ઘટના બાદ વડોદરાના મોટા ટેક્સ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ બિલ્ડરોની સાથે સ્થાનિક રાજકારણીઓ પણ તેમા ભાગીદાર છે.

વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે નિર્માણ પામી રહેલી રત્નમ ગ્રૂપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ ઓફિસોમાં પણ આજે સવારથી જ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત વડોદરા શહેરના હાઇવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રૂપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ

વડોદરા સહિત દેશભરમાં દિવાળીના તહેવારને હવે માંડ એક સપ્તાહથી વધુનો સમય બાકી રહ્યો છે. વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા વિભાગની ટીમોએ વડોદરાના નિલેશ શેઠ અને સૌનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે.

વડોદરા, અમદાવાદ અને સુરત એમ ત્રણેય શહેરોની ટીમો બંને બિલ્ડરની ટીમો સાથે મળીને દસ્તાવેજો, હિસાબી રેકોર્ડ, ઈલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની સઘન તપાસ કરી રહી છે. દરોડામાં 120થી વધુ અધિકારીઓએ ભાગ લીધો છે.

આ દરોડાના પગલે બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંબંધિત અન્ય વ્યવસાયો અને એક આર્કિટેક્ટ સુધી પણ તપાસ પહોંચી છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહી બાદ ટેક્સ ચોરી કરનારાઓમાં ભારે દોડધામ મચી છે. તપાસમાં લાંબો સમય લાગે તેવી શક્યતા છે. અને તપાસના અંતે કોઈ મોટી કરચોરી ઝડપાઈ જાય તો નવાઈ નહીં. હાલમાં આવકવેરા વિભાગના દરોડા બાદ બિલ્ડર લોબીમાં મૌન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના કે.બી. ઝવેરી ગ્રુપ પર આઇટીના દરોડા, 500 કરોડથી વધુના હિસાબો ઝડપાયાની શંકા

આ પણ વાંચો: સુરતમાં બિલ્ડરને ત્યાં આઇટીના દરોડામાં બે કરોડની રોકડ જપ્ત

આ પણ વાંચો: સુરતમાં બિલ્ડર જૂથને ત્યાં આઇટીના દરોડાથી વ્યવસાયિકોમાં ફફડાટ