jaisalmer border/ PM મોદી દેશનાં જવાનો સાથે મનાવશે દિવાળી, લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે પણ દિવાળીની ઉજવણી ભારતીય સેનાનાં સૈનિકો સાથે કરશે. પીએમ મોદી આ વખતે જેસલમેરની બોર્ડર પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જેસલમેર બોર્ડર પર પીએમ મોદી, સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમ.એમ.નરવાણે અને બીએસએફનાં ડીજી રાકેશ અસ્થાના હાજર છે. નોંધપાત્ર વાત એ છે કે ભારત-પાકિસ્તાનની સરહદ જેસલમેરમાં […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે પણ દિવાળીની ઉજવણી ભારતીય સેનાનાં સૈનિકો સાથે કરશે. પીએમ મોદી આ વખતે જેસલમેરની બોર્ડર પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જેસલમેર બોર્ડર પર પીએમ મોદી, સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમ.એમ.નરવાણે અને બીએસએફનાં ડીજી રાકેશ અસ્થાના હાજર છે.

નોંધપાત્ર વાત એ છે કે ભારત-પાકિસ્તાનની સરહદ જેસલમેરમાં મળે છે. અહીં બોર્ડર પર બીએસએફની તૈનાતી છે. પ્રખ્યાત તનોટ માતા મંદિર પણ અહીં છે. આ સમયે પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામ ભંગ કરવાને કારણે સરહદ પર તણાવ વધી ગયો છે. ભારત દ્વારા જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને પણ ઘણું બધું નુકસાન થયુ છે. આ વચ્ચે સરહદ પર વડા પ્રધાનનાં આગમનથી સૈનિકોમાં ઉત્સાહ વધે તો નવાઇ નહી.ગયા વર્ષે 27 ઓક્ટોબર 2019 નાં રોજ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરનાં રાજૌરીમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આર્મી ડ્રેસમાં પીએમ મોદી જવાનો વચ્ચે પહોંચ્યા હતા અને તેમની વચ્ચે મીઠાઇ વહેંચી હતી. આ પહેલા 2018 માં, પીએમ મોદીએ ઉત્તરાખંડની ઉત્તરાકાશીમાં આર્મી અને આઇટીબીપી જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી.

દિવાળી નિમિત્તે નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ એક દિવો બોર્ડર પર તૈનાત સૈનિકોનાં નામે સળગાવે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ‘આ દિવાળી, ચાલો સૈનિકોને દિવો સેલ્યૂટ ટૂ સોલ્જર (સૈનિકોને સલામ) તરફથી પ્રગટાવીએ. સૈનિકોની અદભૂત હિંમત વિશે આપણા હૃદયમાં આભાર છે તે શબ્દોમાં વર્ણવી શકાતા નથી. અમે સરહદ પર તૈનાત કરાયેલા જવાનોનાં પરિવારજનોનાં પણ આભારી છીએ.”