સુરતઃ સુરતમાં ઇન્કમ ટેક્સ વિભાગ બિલ્ડરને ત્યાં ત્રાટક્યું હતું અને ત્યાંથી મોટાપાયા પર રોકડ મળી આવી છે અને હજી પણ તેની તપાસ જારી છે. સુરતમાં ઇન્કમ ટેક્સ વિભાગે ધડબડાટી બોલાવતા જાણીતા બિલ્ડર સંજય સુરાણાને ત્યાં દરોડા પાડ્યા હતા. આ બિલ્ડર પાસેથી બે કરોડની રોકડ મળી આવી છે.
સુરતમાં બિલ્ડરને ત્યાં આઇટીના દરોડાના પગલે બિલ્ડરોને ત્યાં અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેટલાકે તો કટાક્ષ પણ કર્યો છે કે ઇન્કમ ટેક્સ વિભાગે આ દિવાળી પછીનું ઉઘરાણુ ચાલુ કર્યુ છે.
ઇન્કમ ટેક્સ વિભાગ પણ જાણે છે કે સરકાર ભલે રેરા લાવી પણ બિલ્ડરો હજી પણ કેશમાં કેટલોય વ્યવહાર કરે છે. બિલ્ડરોને થતી આવકમાં કેશનો નોંધપાત્ર હિસ્સો હોય છે અને આ હિસ્સો પાછો બેહિસાબી હોય છે. તેનો કોઈ હિસાબ જ હોતો નથી. તેથી આવકવેરા વિભાગના લક્ષ્યાંક પર હંમેશાથી બિલ્ડરો રહ્યા છે.
સરકારની પ્રત્યક્ષ વેરા વસૂલાતની આવક વર્તમાન નાણાકીય વર્ષમાં 17 લાખ કરોડથી વધારે રહેવાનો અંદાજ છે. સરકાર હવે આગામી નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ વેરાની આવક 20 લાખ કરોડની નજીક લઈ જવા માંગે છે.
બીજી બાજુએ તે જીએસટીના સ્વરૂપમાં પરોક્ષ વેરાની આવક પણ સરકાર 20 લાખ કરોડની નજીક લઈ જવા માંગે છે. આમ સરકાર આગામી નાણાકીય વર્ષમાં તેના આવકના બંને મુખ્ય સ્ત્રોત દ્વારા તેની કુલ આવક 40 લાખ કરોડે પહોંચાડવાનું ધ્યેય ધરાવે છે. આ આવકમાં સરકારને પેટ્રોલ-ડીઝલ પરના વેરાનો સમાવેશ કરાયો નથી. સરકારને તેના પેટે વર્ષે ત્રણ લાખ કરોડની આવક થતી હોવાનો અંદાજ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
