લાંચકૌભાંડ-સીબીઆઇ/ લાંચ કૌભાંડમાં ફરાર અધિકારી જાતે હાજર થતાં તંત્રને હાશ

દસ લાખના લાંચ કૌભાંડના આરોપી સીબીઆઇના પીઆઈ સંદીપકુમાર જાતે જ હાજર થઈ જતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તેના પગલે ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ તરીકે ફરજ બજાવતા સંદીપ કુમારની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સંદીપકુમાર અચાનક જ કોર્ટમાં હાજર થયા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરી દઈને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. 

Top Stories Gujarat
Bribe Scam-CBI

ગાંધીનગરઃ દસ લાખના લાંચ કૌભાંડના આરોપી Bribe Scam-CBI સીબીઆઇના પીઆઈ સંદીપકુમાર જાતે જ હાજર થઈ જતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તેના પગલે ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ તરીકે ફરજ બજાવતા સંદીપ કુમારની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સંદીપકુમાર અચાનક જ કોર્ટમાં હાજર થયા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરી દઈને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

જો કે સીબીઆઇના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ કુમાર તેમની સામે ફરિયાદ Bribe Scam-CBI નોંધાયા બાદ અચાનક જ અદ્રશ્ય થઈ ગયા હતા. તેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોઈને કલ્પના પણ ન હતી કે ગુનેગાર  ભાગી જાય પરંતુ સીબીઆઇના અધિકારી કેવી રીતે ભાગી જાય. પણ આ જ રીતે અદ્રશ્ય થયેલા સંદીપકુમાર રહસ્યમયી રીતે શુક્રવારે હાજર થઈ જતા બધા ચોંકી ગયા હતા. આમ તેમનું અદ્રશ્ય થવાની ઘટનાએ હલચલ મચાવી હતી તો આ રીતે તેઓ અચાનક હાજર થઈ જતા પણ હલચલ મચી ગઈ હતી.

દીવમાં ફરજ બજાવતા કેન્દ્ર સરકારના અધિકારીને ભ્રષ્ટાચારના કેસમાં ફિટ કરી દેવાની Bribe Scam-CBI ધમકી આપવામાં આવ્યા બાદ આ ફરિયાદ નોંધાઈ હતી. સીબીઆઇના અધિકારી પર દસ લાખ રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ નોંધાઈ હતી.  આ ફરિયાદના પગલે સીબીઆઇના અધિકારીની ગાંધીનગર સ્થિત કચેરી સીલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયાની જાણ થતાં જ સીબીઆઇના અધિકારી સંદીપકુમાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

દીવમાં ફરજ બજાવતા મત્સ્ય ઉદ્યોગ વિભાગના મદદનીશ અધિકારી અંજનીએ સંદીપકુમાર સામે Bribe Scam-CBI સીબીઆઇમાં લેખિત ફરિયાદ કરી હતી. સંદીપ કુમાર ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા. લાંચ માંગનર સંદીપકુમાર સાથે થયેલી વાતચીતના તમામ પુરાવા શુકન અંજનીએ સીબીઆઇને આપ્યા હતા.  પુરાવાની ચકાસણી કર્યા બાદ સીબીઆઇએ પોતાના જ અધિકારી સામે ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ દૂધના ભાવમાં વધારો/ અમુલના મોંઘા થયા મોલઃ આજથી દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો

આ પણ વાંચોઃ આરોપ/ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પર લાગ્યા ગંભીર આરોપ,વિપક્ષે કરી સ્વતંત્ર તપાસની માંગ

આ પણ વાંચોઃ GT Vs CSK/ IPLની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇને પાંચ વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની સ્ફોટક બેટિંગ