અમદાવાદ/ કોરોના કાળમાં વિદેશ જવાની લ્હાયમાં માતાનું મોટું કારસ્તાન, કર્યું એવું કે તમે વાંચીને..

અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવ્યો છે, જ્યાં વિદેશ જવા માટે એક માતા બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા તેને લઈને એરપોર્ટ પહોંચી હતી…

Ahmedabad Gujarat
કોરોના

દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને હજી પણ આં વાયરસના કેસો પર પૂર્ણવિરામ મુકાયું નથી, ત્યારે આ ઘાતક વાયરસ અંગે લોકોને તમામ માહિતી હોવા છતાં પણ તેઓ સજાગ રહેવાને બદલે એવા વિદેશ ભાગવાની લ્હાયમાં એવા કારસ્તાન કરતા હોય છે કે, તે જાણીને તમે પણ અચરજમાં પડી જશો.

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી દેખાયો દીપડો, જાણો કયા વિસ્તારમાં જોવા મળ્યા ફૂટપ્રિન્ટ

આ જ પ્રકારે પોતાના અને બીજા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો એક કિસ્સો અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવ્યો છે, જ્યાં વિદેશ જવા માટે એક માતા બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવા છતા તેને લઈને એરપોર્ટ પહોંચી હતી અને આખરે તેમની પોલ ખૂલી હતી.

આ કિસ્સા અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદના કાંકરિયાના ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં એક પરિવાર રહે છે, જેમાં એક માતા અને સાત વર્ષના દીકરાને લંડન જવાનુ હતું. તેથી 5 સપ્ટેમ્બરના રોજ દીકરાનો RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો, જો કે ત્યારબાદ આ બાળકનો બીજીવાર ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસે લીંબડીમાંથી રૂ. 3.30 લાખની ચોરી કરનાર શખ્સને પકડ્યો

બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલની આરોગ્ય વિભાગની ટીમને બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી 6 સપ્ટેમ્બરે મળી હતી, ત્યારે આ મામલે તંત્ર તેઓના સતત વોચમાં હતા. ત્યારબાદ બીજા દિવસે AMCની આરોગ્ય વિભાગની ટીમ બાળકના ઘરે પહોંચી તે પહેલા માતા-બાળકને લઈ એરપોર્ટ માટે રવાના થઈ ગયા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે એરપોર્ટ પર જ બંનેને ઝડપી પાડ્યા હતા

આ ઘટના સામે આવ્યા બાદ હવે અનુમાન લગાવી શકાય છે કે, વિદેશ જવાની લ્હાયમાં લોકો ક્યાં સુધી જઈ શકે છે અને બીજી તરફ સદનસીબ એ છે કે, માતા પોતાના બાળક માટે કઈ કારસ્તાન કરે એ પહેલા જ પકડાઈ ગઈ, બાકી જો તેઓ ચકમો આપીને પ્લેનમાં મુસાફર થઇ ગયા હોત તો કયા પ્રકારે અન્ય લોકો માટે અતિજોખમી સાબિત થઈ શક્યો હોત.

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 17 કેસ નોંધાયા

આ પણ વાંચો :ચુડામાં વહેંચેલું મકાન ખાલી નહીં કરનાર શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચો :શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પડાયું નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી થશે શરૂ થશે