અમદાવાદ નારોલ CETP કૌભાંડ મામલો ફરી ગરમાયો. કૌભાંડીઓની મુશ્કેલીમાં વધારો થવાનાં અણસાર સામે આવી રહ્યા છે. નારોલ CETPના સંચાલકોને નોટીસ આપી દેવામાં આવી છે. નીતિન ઠક્કર, ઘનશ્યામ ત્રિવેદી સહિત લલિત ચામડિયાને નોટિસ ફટકારાઈ છે.
નારોલ પોલીસ દ્વારા નારોલ CETPના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કાંડ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં 3 અરજીઓ દાખલ થઈ છે. અને 2 સંસ્થાઓ અને 1 વ્યક્તિએ આ અરજી દાખલ કરી કરી છે.
3 અરજીઓને ધ્યાનમાં રાખી આ કૌભાંડીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલી સસ્ટેશનમાં જવાબ રજૂ કરવા માટે હાલ તો તમામ કૌભાંડીઓને નોટિસ અપાઇ છે. ટુંક સમયમાં હાજર નહિ થાય તો ધરપકડ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, નારોલ CETPમાં દૂષિત પાણી ઠાલવવા બાબતે અરજી થઈ હતી.
