Jamnagar News : દ્વારકા ખાતે આગામી ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને, જામનગર એસ.ટી. વિભાગે મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કર્યું છે. 11 માર્ચથી 15 માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા-જવા માટે વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવશે. આ ખાસ બસોનું બુકિંગ 11 માર્ચથી 15 માર્ચ સુધી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ એસ.ટી. ડેપો પરથી કરાવી શકાશે.
આ વર્ષે એસ.ટી. વિભાગે મુસાફરોની સુવિધામાં વધારો કરતાં 51થી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર વિશેષ સુવિધા શરૂ કરી છે. જો કોઈ એક જ ગ્રુપના 51 કે તેથી વધુ મુસાફરો બુકિંગ કરાવે છે, તો એસ.ટી. વિભાગ દ્વારા તેમને નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વિવિધ રૂટ માટે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, એસ.ટી. વિભાગે વાજબી ભાડાં નક્કી કર્યા છે. દ્વારકાથી જામનગર સુધીનું ભાડું રૂ.190, દ્વારકાથી રાજકોટ સુધીનું ભાડું રૂ.250, દ્વારકાથી પોરબંદર સુધીનું ભાડું રૂ.160, દ્વારકાથી સોમનાથ સુધીનું ભાડું રૂ.275 અને દ્વારકાથી જૂનાગઢ સુધીનું ભાડું રૂ.240 રાખવામાં આવ્યું છે.
એસ.ટી. વિભાગીય નિયામક, જામનગર દ્વારા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા જતા તમામ મુસાફરોને આ સુવિધાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, એસ.ટી. વિભાગ મુસાફરોની સલામતી અને સુવિધા માટે પ્રતિબદ્ધ છે.
@ સાગર સંઘાણી
આ પણ વાંચો:મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો:પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ