Bhavnagar News/ ભાવનગરથી મોરારી બાપુની કથા સાંભળવા ગયા અને જમ્મુ કાશ્મીરમાં થયો મોતનો ભેટો!હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની યાદી આવી સામે

પહેલગામ પર હુમલો કરનારા 10 થી વધુ આતંકવાદીઓએ તેમની અતિ-આધુનિક રાઇફલથી ગોળીઓ ચલાવીને નિઃશસ્ત્ર પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરી હતી.

Top Stories Gujarat

Bhavnagar News: હાલ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થતાં 26 લોકો મોતને ભેટ્યા છે ત્યારે આ હમલા કરનારા આતંકવાદીઓએ ભારતની ઓળખને પડકાર ફેંક્યો છે. પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત કેટલાક કાયર આતંકવાદીઓએ સમગ્ર પ્રદેશની શાંતિને જોખમમાં મૂકી છે. પહેલગામ પર હુમલો કરનારા 10 થી વધુ આતંકવાદીઓએ તેમની અતિ-આધુનિક રાઇફલથી ગોળીઓ ચલાવીને નિઃશસ્ત્ર પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરી હતી.

માહિતી અનુસાર, 28 લોકોના મોતના સમાચાર બહાર આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે.આ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ગુજરાતથી જમ્મુ-કાશ્મીર આવેલા ભાવનગરના વિનોદ ડાભી ઘાયલ થયા હતા. 59 વર્ષીય વિનોદભાઈ ડાભી હાલમાં જમ્મુ-કાશ્મીરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત, બે અન્ય ગુજરાતીઓ ઘાયલ થયા છે. જેમાં મોનિકા પટેલ અને રેણુ પાંડે ઘાયલ થયા હતા અને તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે.

કેરળના કોચીમાં તૈનાત ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. તે રજાઓ ઉજવવા માટે પહેલગામ ગયો હતો. તે હરિયાણાનો વતની છે અને 16 એપ્રિલે તેના લગ્ન થયા હતા.

ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ લશ્કર/ટીઆરએફનો હાથ છે. આ હુમલાનું કાવતરું સૈફુલ્લા ખાલિદ ઉર્ફે સૈફુલ્લાહ કસુરીએ ઘડ્યું હતું. સૈફુલ્લાહ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદનો નજીકનો સાથી છે.

ભારતમાં થયેલા ઘણા મોટા આતંકવાદી હુમલાઓમાં સૈફુલ્લાહનું નામ લેવામાં આવ્યું છે. લશ્કરના આતંકવાદીઓ હંમેશા તેની સુરક્ષા માટે અતિ આધુનિક શસ્ત્રોથી સજ્જ હોય ​​છે. સૈફુલ્લાહ મોટાભાગે ગુજરાનવાલામાં રહે છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની યાદી આવી ગઈ છે. 16 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત

આ પણ વાંચો:હત્યા સમયે કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ડિનર ટેબલ પર બેઠા હતા અને માછલી ખાતા હતા, તેમની પત્નીએ