Navsari News/ નવસારીના ગણદેવી-અમલસાડમાં NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

તમામ અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડ્યા બાદ સાંજના સમયે રેસ્ક્યુ મિશન (Rescue Operation)સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું

Gujarat Others
નવસારી (Navsari)ના ગણદેવી-અમલસાડમાં NDRF દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation)હાથ ધરાયું હતું

Navsari News : નવસારી (Navsari)ના ગણદેવી-અમલસાડમાં NDRF દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation)હાથ ધરાયું હતું.  જેમાં નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.  ગણદેવી અને અમલસાડ તાલુકાનું સરીખુરદ ગામ તેમજ આસપાસના સીમાડા વિસ્તારમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

ભારે વરસાદ(Heavy Rain)ને કારણે સર્જાયેલી આફતને પગલે રાજ્ય સરકારના આદેશથી  06 બટાલિયન NDRF અને સ્થાનિક વહીવટી તંત્રની મદદથી બચાવ કામગીરી પાર પાડવામાં આવી હતી.  જેમાં ફસાયેલા 120 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં પૂરના પાણીમાંથી 45 મહિલાઓ, 35 પુરુષો અને 40 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

જ્યારે  જોખમી વિસ્તારમાં રહેતા 43 નાગરિકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા.  તમામ અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડ્યા બાદ સાંજના સમયે રેસ્ક્યુ મિશન સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: પારસનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો દટાયા

આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદનો કહેર: સંજાણ-હુમારણ બ્રિજનો ભાગ તૂટ્યો, ઉમરગામમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી કલાકો ભારે: હવામાન વિભાગનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી