બારડોલી/ સરદાર સન્માન સંકલ્પ યાત્રા પહેલાં અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાની અટકાયત

સ્ટેડિયમનું નામ ફરી એકવાર સરદાર પટેલ કરવાની માંગ સાથ બારડોલીથી ‘સરદાર સંકલ્પ યાત્રા’ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી સરદાર સંકલ્પ યાત્રા કાઢવાનું આયોજન હતું.

Top Stories Gujarat Surat
  • યાત્રામાં જોડાયેલા અન્ય કેટલાકની પણ અટકાયત
  • બારડોલીથી મોટેરા સુધી કરાયું છે યાત્રાનું આયોજન
  • મોટેરા સ્ટેડિયમનું નામ ફરી બદલવા માગ
  • સરદાર પટેલ સ્ટેડિયમ નામ કરવાની માગ સાથે યાત્રા
  • PAAS દ્વારા કરાયું હતું યાત્રાનું આયોજન

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પક્ષો ચુંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા જુદાજુદા સ્થાનો પર રેલી અને  સભાનું આયોજ કરવામાં આવી રહ્યું છે. ત્યારે  પાટીદાર સંગઠન પાસ પણ ચૂંટણીને લઈ સક્રિય જોવા મળી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર વોટબેન્ક ખૂબ જ મહત્વનુ ફેકટર ગણવામાં આવે છે કહેવાય છે પાટીદાર જે રાજ્કીય પાર્ટીને સમર્થન આપે છે તેની જીત નક્કી હોય છે. પાસ દ્વારા સરદાર સન્માન યાત્રાનું (sardar-sanman-sankalp-yatra) આયોજન કરવામાં આવ્યું હતું.  જો કે આ યાત્રાની શરૂઆતમાં  જ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા(alpesh kathiriya) અને ધાર્મિક માલવિયાની (dharmik malaviya ) અટકાયત કરવામાં આવી છે.  શા માટે પોલીસ દ્વારા અલ્પેશની અટકાયત કરવામાં આવી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. મહત્વનું છે કે, PAAS દ્વારા સરદાર સન્માન સંકલ્પ યાત્રાને (sardar-sanman-sankalp-yatra) સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

નોધનીય છે કે આ સંકલ્પ યાત્રાની જાહેરાત પાસ કન્વીનર (Pass convener) અલ્પેશ કથિરીયા કરી હતી. અને અમદાવાદ ખાતે બનાવેલ વિશ્વનું સૌથી મોટા સ્ટેડિયમ સરદાર પટેલના નામ પરથી ન રખાતા પાટીદારોમાં રોષ જાવા મળ્યો હતો. અને સ્ટેડિયમનું નામ ફરી એકવાર સરદાર પટેલના નામ ઉપર થી રાખવા માટે સરદાર સંકલ્પ યાત્રાનું ૧૨ જુનના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જે બારડોલી (bardoli) સ્વરાજ આશ્રમથી નીકળી અને ૧૩ જુનના રોજ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) ખાતે પહોંચવાની હતી.

આ અંગે પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા (alpesh kathiriya) જણાવ્યુ હતુ કે તમે આનાથી વિશાળ સ્ટેડિયમ બનાવો અને કોઇ વ્યકિત સાથે જાડો એનો અમને વાંધો નથી પણ કોઇ ઔતિહાસિક વિભૂતિઓ અને મહાપુરુષો નામ પર કોઇ ધરોહર હોય છે આ નામને તે ધરોહર પરથી દુર કરવો એ ખૂબ નિંદનીય ઘટના છે.