@વિશાલ મહેતા
Ahmedabad News: અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં મહિલાના મોતથી ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવતી અને પી.આઈ ખાચર વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલા તબીબે ક્રાઈમબ્રાન્ચમાં આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટમાં પી.આઈ. ખાચર તેના મૃતદેહને અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમબ્રાન્ચ ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરજ બજાવતા પી.આઈ. બી.કે. ખાચર વચ્ચે અંદાજે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે, થોડા સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. ત્યારે ગઈકાલે મહિલાએ ઈન્જેક્શન વડે આપઘાત કરતા યુવતીના પરિવારમાં અને ક્રાઈમબ્રાન્ચમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટર વૈશાલી જોશી હોવાનું સામે આવ્યું છે. આધારભુત સૂત્રો મુજબ છેલ્લા 3 – 4 દિવસથી મહિલા પી.આઈ.ને મળવા આવતી હતી, પરંતુ કોઈ ને કોઈ સંજોગવશાત મળી શકાતું ન હોવાના કારણે મહિલાએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વેલી પી.જી.માં રહેતી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
મહિલાની પાસેથી 15 પાનાની ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેને પી.આઈ. બી.કે. ખાચર તેના અગ્નિદાહ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ તબીબ મહિલાના મોત અંગે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :પાલનપુર – દાંતા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓનાં મોત
આ પણ વાંચો :દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન
આ પણ વાંચો :લોકસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ
