Covid-19 Update/ રાજ્યમાં કોરોના નામશેષને આરે, આજે નોંધાયા માત્ર આટલા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 367 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 3925 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં 36 લોકો વેન્ટિલેટર પર છે

Top Stories Gujarat Others

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 367 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 3925 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં 36 લોકો વેન્ટિલેટર પર છે. 3889 લોકોની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1206445 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 10,906 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણને કારણે ચાર લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 56, વડોદરામાં 31, બનાસકાંઠામાં 14, ગાંધીનગર કોર્પોરેશનમાં 12, આણંદમાં 8, ભરૂચમાં 7, દાહોદમાં 7, પાટણમાં 7, તાપીમાં 7, સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે. . , રાજકોટમાં 5 અને સુરત કોર્પોરેશનમાં 5 કેસ નોંધાયા છે.

આજ રોજ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજે 902 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,20,6445 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, કોરોનાનો રિકવરી રેટ 98.79 ટકા પર પહોંચી ગયો છે. આજે 11,86,089 લોકોને રસી આપવામાં આવી છે. આજે કોરોનાને કારણે 4 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશનના 2, ભરૂચ 1, પોરબંદર 1 કોરોના દર્દીનું મોત થયું છે.

ગુજરાત / ગુજરાતી ભાષામાં ગુજરાતીઓ જ નાપાસ, છેલ્લાં પાંચ વર્ષમાં 7 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ

Russia Ukraine Conflict / તસવીરોમાં જુઓ યુક્રેનમાં સૈનિકોના બોમ્બ અને મિસાઈલના ભય વચ્ચે કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે