Ahmedabad News : ધોળકામાં ૨૪ જાન્યુઆરીના રોજ ધોળકાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલી શારીરિક કસોટી દરમિયાન એક ઉમેદવારનું પાકીટ ગુમ થવાની ઘટના બની હતી. જોકે, પોલીસ કર્મચારીઓની સતર્કતા અને પ્રમાણિકતાના કારણે આ પાકીટ મળી આવ્યું છે. પાકીટ ભરતી કેન્દ્રના મુખ્ય દ્વાર પાસે પડ્યું હતું. ફરજ પરના હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ નારણસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ દિલુભા અને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ચંદુભાએ આ પાકીટ જોઈને તુરંત જ તપાસ શરૂ કરી હતી, પાકીટમાં રૂ. ૯,૫૦૦ની રોકડ રકમ અને અન્ય મહત્વના દસ્તાવેજો હતા.
પોલીસ કર્મચારીઓએ આ દસ્તાવેજોના આધારે પાકીટના માલિકની ઓળખ કરી અને તેમનો સંપર્ક કર્યો. તા. ૨૭ જાન્યુઆરીના રોજ પાકીટના માલિકને રૂબરૂ બોલાવીને પાકીટ, રોકડ રકમ અને દસ્તાવેજો સુપ્રત કરવામાં આવ્યા. પાકીટના માલિકે પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા અને નિષ્ઠા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.
આ ઘટના પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓએ ફક્ત પોતાની ફરજનું પાલન જ નથી કર્યું, પરંતુ એક નાગરિકની મદદ કરીને માનવતાની ભાવનાનું પણ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ
આ પણ વાંચો: મોરબીમાં ગોડાઉન પર દરોડો પાડી પોલીસે દારૂના જથ્થા સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબેજે કર્યો
આ પણ વાંચો: સુરતમાં લોકોને બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવનારની પોલીસે કરી ધરપકડ
