Surat News: સુરત(Surat)માં લોકોને બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવનારની પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી લલિત ડોંડાના ભાઈ અલ્પેશ ડોંડાની સરથાણા પોલીસે (Sarthana Police) ધરપકડ કરી છે.

સુરતમાં ખંડણીના કેસમાં ભાજપ કાર્યકર્તા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. લલિત ડોંડા અને અલ્પેશ ડોંડાએ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી તોડપાણી કર્યા હોવાનું સામે આવતા તેમના વિરૂદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. બંને આરોપીઓ લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા હતા. તેમજ વીડિયો વાયરલ કરી બંને ભાઈઓ પૈસા પડાવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અલ્પેશ પર 8 અને લલિત પર 12 ગુનાઓ નોંધાયા છે. સરથાણા પોલીસે અલ્પેશની ધરપકડ કરી ઘટના સ્થળે રી-કન્ટ્રક્શન કર્યું હતું. સમગ્ર મામલે સરથાણા પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:રસ્તા વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ, 12 કલાકમાં 3 હત્યા,કેન્દ્રીય મંત્રી પાસે માંગવામાં આવી લાખોની ખંડણી
આ પણ વાંચો:ચોટીલાના મહંત પરિવારના યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી
આ પણ વાંચો:બિલ્ડર પાસે 16 લાખની ખંડણી માંગનારા સુરતના પિતા-પુત્ર ઝડપાયા
