Botad News : બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક દિનને લઇ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો.
દાદાના સિંહાસનને પણ કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 5.45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. જેમાં હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ સોશિયલ મીડિયા દ્વારા દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.
આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ
આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર
આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત
