અમદાવાદ,
કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019ની ચૂંટણી માટે રણનીતિ બનાવવા દિલ્હીમાં કોંગ્રેસે કેલેન્ડર તૈયાર કર્યુ. જેને પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રચાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરાઈ છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચાર માટે ફેબ્રુઆરીમાં ગુજરાત આવશે.ચાવડાએ પાર્ટીની યોજનાઓ વિશે કહ્યું કે ચૂંટણીમાં બુથ લેવલની કામગીરીનો રીવ્યુ , ડોર ટુ ડોર કેંપેઈન અને સર્વાનુમતે ઉમેદવારની પસંદગી કરાશે.આ સિવાય જાન્યુઆરીનાં અંત સુધીમાં પ્રદેશ સમિતિ ઉમેદવારોની પેનલ તૈયાર કરીને AICC ને મોકલી આપશે.
