Ahmedabad News/ ડ્રગ્સ સામે પોલીસની કાર્યવાહી, બે કેસમાં 2 આરોપી ઝડપાયા

ઓઢવ પોલીસની ટીમે 23 અને 24 સપ્ટેમ્બરના રોજ કરેલી બે અલગ-અલગ કાર્યવાહીમાં મેફેડ્રોન જપ્ત (MD Drug) કરી બે આરોપીની ધરપકડ કરી છે

Ahmedabad Gujarat
ઓઢવ પોલીસની ટીમે 23 અને 24 સપ્ટેમ્બરના રોજ કરેલી બે અલગ-અલગ કાર્યવાહીમાં મેફેડ્રોન જપ્ત (MD Drug) કરી બે આરોપીની ધરપકડ કરી છે

Ahmedabad News : અમદાવાદના ઓઢવ (Odhav)વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે સતત કાર્યવાહી હાથ ધરી છે. ઓઢવ પોલીસની ટીમે 23 અને 24 સપ્ટેમ્બરના રોજ કરેલી બે અલગ-અલગ કાર્યવાહીમાં મેફેડ્રોન જપ્ત (MD Drug) કરી બે આરોપીની ધરપકડ કરી છે. બંને કેસમાં કુલ ₹3.04 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

MD Drug : 1. એક કેસમાં 10.265 ગ્રામ મેફેડ્રોન મળ્યું

24 સપ્ટેમ્બર 2026ના રોજ ઓઢવ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ બાવુભાઈને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ અને પંચો સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે કઠવાડા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય જીતેન્દ્રકુમાર સન/ઓફ શીલાલભાઇ ડગાને ઝડપી લીધો હતો. તેની પાસેથી કુલ 10 ગ્રામ 265 મિલિગ્રામ મેફેડ્રોન (Mephedrone) મળી આવ્યું હતું. પોલીસે તેની કિંમત ₹30,795 આંકી છે.

આ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન, ₹1,000 રોકડા અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોર-વ્હીલર કાર પણ કબજે કરવામાં આવી હતી. વાહન સહિત કુલ ₹2,84,795નો મુદ્દામાલ જપ્ત (Drug Seized)કરાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

2. બીજા કેસમાં 4.540 ગ્રામ મેફેડ્રોન જપ્ત

23 સપ્ટેમ્બર 2026ના રોજ ઓઢવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ નરસિંહસિંહ કાનુભાને બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસ ટીમે પંચો સાથે કાર્યવાહી કરી ઓઢવ વિસ્તારમાંથી 31 વર્ષીય હરસનરામ સન/ઓફ કરમીરામ ચૌધરીને ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસેથી 4 ગ્રામ 540 મિલિગ્રામ મેફેડ્રોન (Mephedrone) મળી આવ્યું હતું. તેની કિંમત ₹13,620 આંકવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન અને ₹2,700 રોકડા સહિત કુલ ₹19,320નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને કેસમાં NDPS Act હેઠળ ગુનો

બંને કાર્યવાહીમાં પોલીસે આરોપીઓ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે. બંને કેસમાં કલમ 8(C), 22(B) અને 29 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની કાર્યવાહી મુજબ બંને કેસમાં મળીને 14 ગ્રામ 805 મિલિગ્રામ મેફેડ્રોન (MD Drug) , બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹3,04,115નો મુદ્દામાલ જપ્ત થયો છે. પ્રથમ કેસમાં વાહનની કિંમત સહિત આ કુલ રકમમાં ફોર-વ્હીલરનો પણ સમાવેશ થાય છે.


આ પણ વાંચો: અમદાવાદમાં મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો, મધ્યપ્રદેશના 3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદમાં 843 ગ્રામ મેફેડ્રોન ઝડપાયું, રૂ.25.30 લાખનો જથ્થો જપ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં મેફેડ્રોન કેસમાં આરોપીને 15 વર્ષની સખત કેદ