Not Set/ CM રૂપાણીની અધ્યક્ષતામાં CAAનાં સમર્થનમાં દસ ફૂટ પહોળા અને બે કિ.મી. લાંબા તિરંગા સાથેની તિરંગા યાત્રા નીકળશે

CM રૂપાણીની અધ્યક્ષતામાં CAAનાં સમર્થનમાં દસ ફૂટ પહોળા અને બે કિ.મી. લાંબા તિરંગા સાથેની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજકોટ તિરંગા યાત્રામાં પાડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવેલા ૪૦૦ જેટલા શરણાર્થીઓ પણ જોડાશે. તો સાથે, સાથે તિરંગા યાત્રામાં ૩૫ હજારથી વધુ લોકો, ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ જોડાશે. સ્થાપનાકાળથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું રાજકોટ ઐતિહાસિક […]

Gujarat Rajkot

CM રૂપાણીની અધ્યક્ષતામાં CAAનાં સમર્થનમાં દસ ફૂટ પહોળા અને બે કિ.મી. લાંબા તિરંગા સાથેની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજકોટ તિરંગા યાત્રામાં પાડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવેલા ૪૦૦ જેટલા શરણાર્થીઓ પણ જોડાશે. તો સાથે, સાથે તિરંગા યાત્રામાં ૩૫ હજારથી વધુ લોકો, ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ જોડાશે.

સ્થાપનાકાળથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું રાજકોટ ઐતિહાસિક તિરંગા યાત્રા વડે રાષ્ટ્રવાદનો જોરદાર પરચો આપશે તેવી આ યાત્રા પાસેથી આયોજકો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે. તિરંગા યાત્રાનો રૂટ :  બહુમાળી ભવન-રાજકોટ થી જિલ્લા પંચાયત ચોક થી યાજ્ઞિક રોડ થી ત્રિકોણબાગ થઇ જ્યુબેલી ગાર્ડન સુધીનો રાખવામાં આવેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં નાગરિકતા કાયદાનાં સમર્થનમાં રાજકોટ ખાતે ગુરૂવારે સવારે ૮.૩૦ કલાકે બહુમાળી ભવન પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી તિરંગા યાત્રાની શરૂઆત થશે. આ તિરંગા યાત્રામાં અલગ-અલગ વેપારી એસોસિએશન, જ્ઞાતિ મંડળો, સામાજિક સંસ્થાઓ સહિત ૫૦ હજારથી વધુ લોકો જોડાશે. ઉપરાંત આ તિરંગા યાત્રામાં પાડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવેલા ૪૦૦ જેટલા શરણાર્થીઓ પણ હાજર રહેશે. બે કિ.મી. લાંબી ઐતિહાસિક તિરંગા યાત્રામાં ૩૫ હજારથી વધુ દેશભક્તો, ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે.

ગુરૂવારે સવારે ૮.૩૦ વાગ્યે સીએએના સમર્થનમાં રાજકોટનાં મુખ્ય માર્ગો પર બે કિ.મી. લાંબા અને દસ ફૂટ પહોળા તિરંગા સાથેની અભૂતપૂર્વ યાત્રા નીકળવાની છે. જેનું પ્રસ્થાન લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવશે. તિરંગા યાત્રાનાં પ્રસ્થાન પ્રસંગે વિજયભાઈ રૂપાણી વિશાળ જનસભાને પણ સંબોધશે. ત્યારબાદ બે કિ.મી. લાંબી તિરંગા યાત્રા શહેરનાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બહુમાળી ભવનથી શરૂ થઈ જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, ત્રિકોણબાગ, જ્યુબેલી ગાર્ડન પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થશે. આ તિરંગા યાત્રામાં મોખરે ઘોડે સવાર પાયલોટિંગ કરશે, રાષ્ટ્રભક્તિનાં વિવિધ ફલોટ્સ જોવા મળશે અને દેશભક્તિનાં વિવિધ ગીતો પણ સંભાળવા મળશે.

દેશની સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા લેવાયેલા દેશહિતનાં નિર્ણયો જેવા કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩પ-એ હટાવવી, મુસ્લીમ મહિલાઓને અન્યાય કરતો ત્રિપલ તલાક રદ્દ કરવો, રામમંદિર માટે સુપ્રિમ કોર્ટનો નિર્ણય અને રામમંદિર બનાવવા માટે ટ્રસ્ટ રચવાનો નિર્ણય, ધર્મના આધારે વિસ્થાપિત થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનના લઘુમતીઓને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વગેરે અનેક રાષ્ટ્રહિતનાં નિર્ણયોને સમર્થન આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રામાં રાજકોટ-સૌરાષ્ટ્રનાં ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાઇ તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.