પાટણ,
પાટણના હારીજ નજીક બાઈક ચાલક સાથે લૂંટની ઘટના ઘટી. કારમાં આવેલા ઈસમોએ રસ્તો પૂછવાના બહાને બાઈક ચાલકને છેતરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો અને લૂંટારુઓ ફરાર થઇ ગયા.
જો કે પોતાની સાથે ઘટેલી લૂંટની ઘટનાની ફરિયાદ પોલીસને કરવા જતા ફરિયાદીની ફરિયાદ ન લીધી. જેને લઈને રોષે ભરાયેલા લોકોએ હારીજ પોલીસની કામગીરીને લઈને જિલ્લા પોલીસવડા સમક્ષ રજુઆત કરી. ઉલ્લેખનીય છે કે હારિજમાં ગુન્હાના કામને અંજામની ઘટના વધી છે અને પોલીસની કામગીરી શિયાળાની ઠંડીમાં ઠંડી થઇ ગઇ છે.
