Not Set/ ભાવનગર : દેહ વ્યાપાર નેટવર્કનો પર્દાફાશ, સગીરાએ કર્યો ખુલાસો

ભાવનગર શહેરના ચૌદનાળા વિસ્તારમાંથી ગુરૂવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળી આવેલ એક સગીરાની કેફિયત બાદ ભાવનગરમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની વિગતો બહાર આવી છે. 9માં ધોરણમાં ભણતી આ સગીરા પર અનેક પુરૂષોએ વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં વધુ બે સગીરાઓ પણ આ ગેંગમાં ફસાયેલી હોવાનો સગીરાએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો […]

Top Stories Gujarat Others

ભાવનગર શહેરના ચૌદનાળા વિસ્તારમાંથી ગુરૂવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળી આવેલ એક સગીરાની કેફિયત બાદ ભાવનગરમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની વિગતો બહાર આવી છે. 9માં ધોરણમાં ભણતી આ સગીરા પર અનેક પુરૂષોએ વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાનું બહાર આવ્યું છે.

એટલું જ નહીં વધુ બે સગીરાઓ પણ આ ગેંગમાં ફસાયેલી હોવાનો સગીરાએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે એક મહિલા સહિત પાંચની ધરપકડ કરેલ છે. મોબાઇલનો શોખ ધરાવતી સગીરા દેહ વ્યાપારમાં ફસાઇ હતી.

બાળાએ આપેલા નિવેદનમા ગેંગની મુખ્ય સૂત્રધાર રેખાબેન હર્ષદભાઇ મકવાણા હોવાનું જણાવેલ. તેમજ તેમના પતિ હર્ષદભાઇ રસિકલાલ મકવાણા, પારસ વિનોદરાય ગુંદીગરા અને હુસેન સલીમભાઇ માલકાણી ઘનશ્યામ અને તથા અન્ય લોકો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે ઉપરોકત મહિલા સહિતના પાંચ શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

બનાવ સાચો છે. અને અમે આ મામલે 14 શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી મુખ્ય લીડર મહિલા સહીત ચાર શખ્સોની ધરપકડ કરી છે.અને વધુ કેટલાક આરોપીઓ હાથ વેંતમા છે.