Not Set/ રાફેલ વિવાદના ધમાસાણ વચ્ચે HALના ચેરમેને છોડ્યું રોકેટ, કહ્યું, “અમને ડીલ ક્યારે રદ્દ..

નવી દિલ્હી, ફાઈટર જેટ પ્લેન રાફેલને લઈ કરવામાં આવેલી ડીલને લઈ વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ધમાસાણ મચ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ ડીલમાં HAL (હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ)ને નજરઅંદાજ કરી અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે હવે આ વચ્ચે HAL તરફથી મહત્વનું નિવેદન સામે સામે આવ્યું છે. દેશની રક્ષા […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ફાઈટર જેટ પ્લેન રાફેલને લઈ કરવામાં આવેલી ડીલને લઈ વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ધમાસાણ મચ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ ડીલમાં HAL (હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ)ને નજરઅંદાજ કરી અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે હવે આ વચ્ચે HAL તરફથી મહત્વનું નિવેદન સામે સામે આવ્યું છે.

national-hal-chairman-unaware-out-of-rafale-deal

દેશની રક્ષા ક્ષેત્રની અગ્રણી કંપની HAL દ્વારા જણાવવામાં આવ્યું, “તેઓને ખબર જ નથી કે, આ પહેલાની રાફેલ ડીલમ ભાજપના નેતૃત્વવાળી સરકાર રદ્દ કરી ચૂકી છે અને નવી જ રીતે રાફેલ ફાઈટર પ્લેન માટે દસોલ્ટ એવિએશન સાથે કરાર કરવામાં આવ્યો છે”.

હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડના ચેરમેન આર માધવને કહ્યું, “અમારી પાસે આ પહેલાની રાફેલ ડીલને રદ્દ કરવાની કોઈ જાણકારી જ ન હતી. અમે હાલ રાફેલ પર ટિપ્પણી કરવા માંગતા નથી, કારણ કે, HAL આ ડીલનો ભાગ નથી”.

રાફેલ ડીલની તપાસ શરુ કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બચી નહિ શકે : રાહુલ ગાંધી

રાફેલ વિવાદના ધમાસાણ વચ્ચે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા શુક્રવારે વધુ એકવાર હુમલો બોલવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, “જો રાફેલ ડીલની તપાસ શરુ કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બચી નહિ શકે”.

તેઓએ મોદી સરકારને ઘેરતા કહ્યું હતું કે, “રાફેલ ઓપન એન્ડ શટકેસ છે, આ સ્પષ્ટપણે જોવા મળે છે કે, પીએમ મોદી અને અનિલ અંબાણીની ભાગીદારીનો આ મામલો છે. અનિલ અંબાણીની કંપનીના ખાતામાં દસોલ્ટ દ્વારા ૨૮૪ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે અને આ જ પૈસાથી અનિલ અંબાણીની એ જમીન ખરીદી છે. દસોલ્ટના CEO સ્પષ્ટપણે ખોટું બોલી રહ્યા છે”.

રક્ષા સાથે જોડાયેલા મામલે પારદર્શિતા જાળવવી જોઈએ : RSS

આ પહેલા RSS દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “જો રાફેલ ફાઈટર પ્લેનની ડીલને લઈ કોર્ટ દ્વારા રિપોર્ટ માંગવામાં આવે છે તો, સરકારે આ અંગે કોઈ નિર્ણય લેવો પડશે”

આરએસએસના સહકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ રાફેલ વિવાદ અંગે જણાવતા કહ્યું, “અગર કોર્ટ આ વિવાદને રિપોર્ટ માંગે છે આ મુદ્દે સરકારે પોતાનો નિર્ણય લેવો પડશે. સાથે સાથે તેઓએ એ પણ કહ્યું કે, “રક્ષા સાથે જોડાયેલા મામલે પારદર્શિતા જાળવવી જોઈએ”