Gujarat Local Body Election 2026/ ભાજપે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 300થી વધુ બેઠકો પર બિનહરિફ વિજય

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ અને AAPના ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા 300થી વધુ BJP ઉમેદવારો બિનહરિફ જીત્યા. જાણો સંપૂર્ણ વિગત.

Top Stories Gujarat Breaking News
BJP

Gujarat Local Body Election 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક વિક્રમ સર્જ્યો છે. ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે (15 એપ્રિલ, બુધવારે) કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સેંકડો ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. આના કારણે ભાજપના 300થી વધુ ઉમેદવારો (કેટલાક ભાજપી અને સ્થાનિક અહેવાલો અનુસાર 700થી વધુ) બિનહરિફ જાહેર થયા છે. આ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં નવો રેકોર્ડ છે.

રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, રાજ્યમાં 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કુલ 9,994 બેઠકો અને 11 પાલિકાઓની 11 પેટાચૂંટણી મળીને લગભગ 10,005 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા અને ચકાસણી પછી હવે માત્ર 9,237 બેઠકો પર જ મતદાન થશે. બાકીની બેઠકો પર ભાજપના ઉમેદવારો વગર ચૂંટણીએ વિજેતા બની ગયા છે.

BJPએ 28 બેઠકો બિનહરિફ જીતી

કડી નગરપાલિકામાં BJPએ 28 બેઠકો (બે તૃતીયાંશ બહુમતી) બિનહરિફ જીતી લીધી છે. આનાથી ચૂંટણી પહેલા જ ભાજપે સત્તાનું સુકાન સંભાળી લીધું છે.બાયડ, ગણદેવી, શહેરા, ઉંઝા સહિત 4થી વધુ નગરપાલિકાઓમાં ભાજપને પહેલેથી જ બહુમતી મળી ગઈ છે.260 તાલુકા પંચાયતોમાં 6થી વધુમાં ભાજપના ઉમેદવારો બિનહરિફ રહ્યા છે.નવરચિત 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 45થી વધુ બિનહરિફ જેમાં પોરબંદરમાં 11, આણંદમાં 12, મહેસાણામાં 5, વડોદરા અને અમદાવાદમાં 2-2.

રાજ્ય ચૂંટણી આયોગ આજે (16 એપ્રિલ) સત્તાવાર આંકડા જાહેર કરશે.

ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે બપોરે ત્રણ કલાકમાં વડોદરા, સુરત, મહેસાણા, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓની મામલતદાર અને પ્રાંત અધિકારીઓની કચેરીઓમાં ભારે હલચલ મચી ગઈ હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 400થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. વિપક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓએ ખરીદ-વેચાણ, ધમકી અને રિસોર્ટ પોલિટિક્સના આક્ષેપો કર્યા છે. કેટલીક કચેરીઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા