Navsari News/ નવસારી જિલ્લામાં મેઘોની તોફાની બેટિંગ, સમગ્ર જિલ્લામાં મૂશળધાર વરસાદ

જલાલપોર અને ગણદેવીમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો મળ્યા છે.

Top Stories Gujarat Breaking News

Navsari News: નવસારી (Navsari) જિલ્લામાં ચોમાસાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી જિલ્લાના તમામ છ તાલુકાઓ નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા, જલાલપોર અને ખેરગામમાં મેઘો (Rain) મૂશળધાર વરસી રહ્યા છે. આ સાર્વત્રિક વરસાદે જિલ્લાને ભીંજવી દીધો છે, જેના કારણે ખેતરો, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની ચાદર છવાઈ ગઈ છે.

જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ યથાવત્ રહ્યો. ખાસ કરીને ચીખલી અને વાંસદા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યાં નદી-નાળાઓ ગાંડા તૂરની જેમ ધસમસી રહ્યા છે. જલાલપોર અને ગણદેવીમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો મળ્યા છે. નવસારી શહેરમાં રસ્તાઓ પર પાણીનો નિકાલ થઈ શકે તે માટે નગરપાલિકા દ્વારા ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આથી, જિલ્લા વહીવટ અને નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત