Panchmahal News/ મોબાઈલ ચાર્જર બન્યું મોતનું કારણ! વીજ કરંટ લાગતાં 17 વર્ષીય કિશોરનું મોત

Godhra Electricity Accident: ગોધરા તાલુકાના નાના રણછોડપુરા ગામે મોબાઈલનું ચાર્જર કાઢતી વખતે વીજ કરંટ લાગતાં 17 વર્ષીય ગૌરવ સોલંકીનું મોત થયું. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો.

Others Top Stories Gujarat
Godhra Electricity Accident: મોબાઈલનું ચાર્જર કાઢવું 17 વર્ષીય કિશોર માટે બન્યું જીવલેણ

Godhra News: ગોધરા તાલુકાના નાના રણછોડપુરા ગામે મોબાઈલ ચાર્જર કાઢતી વખતે (Godhra Electricity Accident) વીજ કરંટ લાગવાથી 17 વર્ષીય કિશોરનું કરુણ મોત થયું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, ખરસાલીયા ગામના ગૌરવ કુમાર શૈલેષ સોલંકી નાના રણછોડપુરા ગામે ઘરે હતા. દરમિયાન તેઓ સ્વિચ બોર્ડમાંથી મોબાઈલનું ચાર્જર એડેપ્ટર કાઢી રહ્યો હતો. તે સમયે તેનો હાથ પ્લગના સંપર્કમાં આવતાં તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો.

Godhra Electricity Accident: પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા

વીજ આંચકો લાગતાં ગૌરવ જમીન પર પટકાયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ (Mobile Charger Accident) જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.

પરિવારમાં શોકનો માહોલ

17 વર્ષીય ગૌરવના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ખરસાલીયા અને નાના રણછોડપુરા સહિત આસપાસના વિસ્તારમાં પણ આ દુર્ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી છે. ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે ગમગીની જોવા મળી રહી છે.


આ પણ વાંચો: તહેવારોમાં ફૂડ વિભાગ એલર્ટ, ડીસામાં દરોડા દરમિયાન 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

આ પણ વાંચો: પાર્સલમાં મોંઘા iPhone હોવાની ખબર પડી ને બનાવી ચોરીની યોજના, આખરે પોલીસના હાથે ઝડપાયો

આ પણ વાંચો: રાજકોટમાં પિતાએ જ પુત્રની કરી હત્યા, માથામાં હથોડાના ઘા ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો