Rajkot News/ રાજકોટમાં પિતાએ જ પુત્રની કરી હત્યા, માથામાં હથોડાના ઘા ઝીંકી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટના (Rajkot Murder) ભક્તિનગરમાં પિતાએ પુત્રના માથામાં હથોડાના ઘા ઝીંકી કરી હત્યા. હત્યા બાદ આરોપી પિતા પોલીસ સમક્ષ થયા હાજર.

Gujarat Top Stories Rajkot Breaking News
Rajkot Murder

Rajkot news : રાજકોટમાં પિતા દ્વારા જ પુત્રની હત્યા (Rajkot Murder) કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. ભક્તિનગરના આહીર ચોક વિસ્તારમાં પિતાએ પુત્ર રામ સવસેટાના માથામાં હથોડાના ઘા ઝીંકતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રામ સવસેટા અવારનવાર દારૂ પીધા બાદ પરિવારજનો સાથે ઝઘડો કરતો હતો. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. દરમિયાન કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થતાં પિતાએ પુત્રના માથામાં હથોડાના ઘા ઝીંક્યા હતા.

Rajkot Murder: ભક્તિનગર વિસ્તારમાં પુત્રની હત્યાથી ચકચાર

ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આહીર ચોકમાં બનેલી આ હત્યા (Murder)ની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, હથોડાના ઘા વાગતાં (Kill with a hammer)રામ સવસેટા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હોવાનું જાણવા મળે છે.

દારૂ પીધા બાદ પુત્ર કરતો હતો ઝઘડા

મૃતક પુત્ર રામ સવસેટા દારૂ પીધા બાદ અવારનવાર પિતા તથા પરિવાર સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. તેના કારણે ઘરમાં પણ તકરાર અને કંકાસ અવારનવાર થતી રહેતી હતી. આ જ કારણસર પિતા(Father) અને પુત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી.  જોકે, હત્યા (Murder) પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટના સમયે બંને વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પુત્રની હત્યા કર્યા બાદ પિતા પોતે જ પોલીસ સમક્ષ હાજર થયા હોવાનું સામે આવ્યું છે. પિતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે આરોપી પિતાની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ઘટનામાં વપરાયેલ હથોડા સહિતના પુરાવા એકત્રિત કરવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ

ભક્તિનગર પોલીસે (Bhaktinagar Police)સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પિતા-પુત્ર વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કે કેમ, હત્યા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ અને ઘટના સમયે ખરેખર શું બન્યું હતું તે અંગે પોલીસ અલગ-અલગ પાસાં તપાસી રહી છે. આ ઘટનાને પગલે આહીર ચોક અને ભક્તિનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસની તપાસ બાદ હત્યા (Murder) અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો: વડોદરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, વીડિયો કોલ આવતા પ્રેમીએ ધારિયાના ઘા માર્યાનો ખુલાસો

આ પણ વાંચો:અમરાઈવાડીમાં પત્નીને તેડવા આવેલા પતિની હત્યા, સાળા સહિત 4એ કર્યો હુમલો

આ પણ વાંચો:બોટાદ ઉગામેડીમાં આડાસંબંધની શંકામાં યુવકની હત્યા, પત્નીના પ્રેમીની હત્યાનો આરોપી ઝડપાયો