Surat News/ ઓલપાડના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા હર્ષ સંઘવી…

સમગ્ર સુરત જિલ્લામાં કુલ 550 અસરગ્રસ્ત ગામો માટે 350 પ્રાઈવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. અને 53 ગામોમાં સર્વે પૂર્ણ થયો છે…

Gujarat Surat

Surat News: રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાક (Crop)ને નુકસાન થયું છે. સુરત જિલ્લા (Surat)માં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા (Olpad Taluka)ના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદ (Unseasonal Rain)થી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય મુકેશ પટેલ (Mukesh Patel) પણ સાથે જોડાયા હતા.


ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઇ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા

નાયબ મુખ્યમંત્રી (Harsh Sanghvi)એ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી. કમોસમી વરસાદના પાણી વિવિધ ગામોના ખેતરોમાં ફરી વળ્યાં છે, આ પાણી ઓસર્યા બાદ તેમાં નુકસાનીના સર્વે (Damage Survey) માટે ખેડૂતોએ મંત્રીને રજૂઆત કરી હતી.

સૂકવવા માટે મુકેલા ડાંગરના પાકમાં થયેલા નુકસાનનો અલગથી સર્વે કરવાની સૂચના

ઓલપાડ તાલુકામાં રસ્તા પર સૂકવવા માટે મુકેલા ડાંગર (Rice)ના પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનનો અલગથી સર્વે કરવાની સૂચના પણ મંત્રીએ આપી હતી.


આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં કમોસમી વરસાદને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના આદેશ અનુસાર, શાકભાજી (Vegetables) સહિતના પાકોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરુ કરી દેવાયો છે.

ખેડૂતો (Farmers)ની મુશ્કેલીઓ અને રજૂઆતોને પણ ધ્યાને લેવામાં આવી છે. આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે રહી મહત્તમ મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

સુરત જિલ્લામાં કુલ 550 અસરગ્રસ્ત ગામો માટે 350 પ્રાઈવેટ સર્વેયરો દ્વારા સર્વે શરૂ

સુરતના નાયબ ખેતી નિયામક એન.જી.ગામીતના જણાવ્યા અનુસાર, સમગ્ર સુરત જિલ્લામાં કુલ 550 અસરગ્રસ્ત ગામો (Affected Villages) માટે 350 પ્રાઈવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. અને 53 ગામોમાં સર્વે પૂર્ણ થયો છે.

સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ અને ઓલપાડ, પલસાણા, સુરત સીટી અને ઉમરપાડા સહિતના તાલુકાઓ પૈકી અસરગ્રસ્ત વિસ્તાર 19,947 હેક્ટરમાં સૌથી વધુ ડાંગર ત્યારબાદ મકાઈ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ ગયું હતું કે, તમને ખબર પડી રાહુલ ગાંધીમાં આ ખામી છે:પ્રતાપ દૂધાત

આ પણ વાંચો:અમરેલી લેટરકાંડમાં દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડ્યું, કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

આ પણ વાંચો:વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ…ગ્રામીણ વિકાસનું એક ઝળહળતું રત્ન..!