Gujarat News/ GSEB પૂરક પરીક્ષા 2025નું પરિણામ 3 સપ્ટેમ્બરે જાહેર થશે

આ પરિણામ (RESULT)માં ધોરણ-10 (SSC) ઉપરાંત ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, UUB પ્રવાહ અને સંસ્કૃત મધ્યમની પૂરક પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે

Gujarat
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) પૂરક પરીક્ષા-2025ના પરિણામ (RESULT)અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

Gujarat News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) પૂરક પરીક્ષા-2025ના પરિણામ (RESULT)અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, 3 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે પરિણામ (RESULT)સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઉપલબ્ધ થશે.

આ પરિણામ માં ધોરણ-10 (SSC) ઉપરાંત ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, UUB પ્રવાહ અને સંસ્કૃત મધ્યમની પૂરક પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ પોતાના Seat Numberની મદદથી ઓનલાઈન પરિણામ (Result) જોઈ શકશે

વિદ્યાર્થીઓ પોતાના Seat Numberની મદદથી ઓનલાઈન પરિણામ જોઈ શકશે. ઉપરાંત, GSEB દ્વારા આપવામાં આવેલી સુવિધા મુજબ WhatsApp નંબર 6357300971 (WHATSAPP RESULT)પર બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકાશે.

બોર્ડે વધુમાં જણાવ્યું છે કે ગુણપત્રકો અને પ્રમાણપત્રો બાદમાં સંબંધિત શાળાઓને મોકલવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા અને પુનઃઉપસ્થિત થવા સહિતની પ્રક્રિયા માટે અલગથી પરિપત્ર જાહેર કરવામાં આવશે. તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને બોર્ડની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : CISCE ધો.10-12નું પરિણામ કાલે થશે જાહેર, આવતીકાલે બપોરે ત્રણ વાગે પરિણામ જાહેર કરાશે, ICSE અને ISCનું પરિણામ ઘોષિત કરાશે, વેબસાઇટનાં માધ્યમથી જોઇ

આ પણ વાંચો : ગુજરાત શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, વર્ષમાં કુલ 80 દિવસની મળશે રજાઓ

આ પણ વાંચો : ધો. 10-12 બોર્ડ પરીક્ષા આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ