Not Set/ અમદાવાદની અતિથી હોટલમાં દાંપત્ય જીવનનો અંત

સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા
યુવકને ગળાના ભાગે ગંભરી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad Gujarat

વિશાલ મહેતા,મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

અમદાવાદની બાપુનગરમાં આવેલી એક હોટલમાં સવારના સુમારે પતિ-પત્ની રૂમ ભાડે લીધો હતો. ત્યાર બાદ અચાનક થોડાક સમય બાદ રૂમમાંથી મહિલાની ચીસો સંભળાતા હોટલના સ્ટાફ દ્વારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પણ દંપતી દ્વારા રૂમનો દરવાજો ન ખોલતા આ અંગે હોટલના મેનેજર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા મહિલા લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી હતી. જયારે યુવકને ગળાના ભાગે છરીનો ઘા વાગતા તેને પણ ગંભીર ઈજાઓ પહોચતા પોલીસ દ્વારા તાત્કાલિક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મહિલાના પતિ વિરુધ ગુનો નોધી તજવીજ હાથ ધરી છે.

પતિ-પત્ની વચ્ચેની નાની બાબતો અમુક સમયે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. મળતી માહિતી મુજબ આવો જ બનાવ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ હોટલ અતિથીમાં બન્યો છે. જેમાં સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે દંપતી સોલંકી મેહુલ અને તેની પત્ની યોગીતા હોટલના રૂમ નંબર ૨૦૭માં જતા સીસીટીવીમાં નજરે પડે છે. ત્યારે થોડીક જ વારમાં દંપતી વચ્ચે કાંઈક અજુગતું બનતા મહિલાની ચીસ હોટલમાં કામ કરતા લોકોએ સાંભરતા હોટલનો સ્ટાફ તાત્કાલિક રૂમ પાસે પહોચી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પણ અંદરથી કોઈ જવાબ ન મળતા હોટલ મેનેજરે તાત્કાલીક ઘટના અંગેની જાણપોલીસને કરતા પોલીસે હોટલ પર પહોચી રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા મહિલા લોહી લુહાણા હાલતમાં મળી આવી હતી. જયારે  યુવકની ગળાના ભાગે છરી વાગી હોવાથી તેમજ બીજી નાની મોટી ઈજાઓ થતા મહિલાના પતિને વધુ સારવાર અર્થે LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ  હાલ પોલીસે ગુનો નોધી આગળની તજવીજ હાથ ધરી છે.