વલસાડ વન વિભાગના અધિકારી લાંચ ના કેશમાં એસીબી દ્વારા ગોઠવેલા સકંજામાં ઝડપાઇ ગયા છે. વલસાડ ફોરેસ્ટ વિભાગના બાબુઓ રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી. વડોદરા ગ્રામ્ય એસીબીના છટકામાં ફોરેસ્ટ અધિકારીઓ સપડાયા હતા.
ફરિયાદી એ સરકાર તરફ થી ઓપ્ટિકલ ફાયબર કેબલ નાખવાની મંજૂરી બાબતે ફોરેસ્ટ ખાતા માંથી પ્રોટેકટેડ નોન પ્રોટેકટેડ ફોરેસ્ટ ની મંજૂરી માંગી હતી. જેને લઈને લાંચિયા અધિકારીઓએ ફરિયાદી પાસેથી 10 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ લાંચિયા અધિકારીઓ પર એસીબીએ સકંજો કસ્યો હતો.
જેમાં એસીબી એ 1. ધર્મેન્દ્ર પ્રભાતસિંહ ચાવડા વર્ગ 3 ના અધિકારી 2. જીગર રમેશ રાજપૂત ફરજ વનરક્ષક તરીકે કાર્યરત ની ધરપકડ કરી હતી. જ્યારે ધર્મેન્દ્ર ચાવડા ફરાર થતા એસીબી એ વધુ તપાસ હાથ ધરી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
