Rajkot News/ રાજકોટના આધાર કેન્દ્રમાં લોકોને પડે ધરમધક્કાઃ તંત્ર દ્વારા લેવાતા આડેધડ નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાનું આધાર કેન્દ્ર રાજકોટની જનતા માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યું છે. નાના-નાના કામો કરાવવા માટે નાગરિકો ચાર દિવસથી રાહ જોઈ રહ્યા છે. આધાર કેન્દ્રની બહાર પણ લાંબી કતારો છે, જેના કારણે કલાકો સુધી ઉભા રહેવું પડે છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાનું આધાર કેન્દ્ર રાજકોટની જનતા માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યું છે. નાના-નાના કામો કરાવવા માટે નાગરિકો ચાર દિવસથી રાહ જોઈ રહ્યા છે. આધાર કેન્દ્રની બહાર પણ લાંબી કતારો છે, જેના કારણે કલાકો સુધી ઉભા રહેવું પડે છે. આખો દિવસ બગાડ્યા બાદ પણ આધાર કાર્ડ ન બનતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા મહાનગરપાલિકાના આધાર કાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લગભગ બે મહિના પહેલા એન્ટ્રીમાં ગેરરીતિના કારણે મુંબઈ પ્રાદેશિક કાર્યાલય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હાલમાં માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ 4 નવા ઓપરેટરો દ્વારા આધાર કાર્ડ પ્રોસેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે. એક સાથે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવતાં કામગીરી ખોરવાઈ ગઈ હતી, પ્રાપ્ત માહિતી અનુસાર સગીર અને તેમના પિતાએ બે મહિના પહેલા કરેલી અરજીઓમાં ઘણી વિસંગતતા જોવા મળી હતી.

ગત મહિને મહાનગરપાલિકા વિસ્તારમાં આવી અરજીઓની સંખ્યા 4129 હતી ત્યારે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, છ માસ પહેલા જુની કલેકટર કચેરીમાં આવેલ તાલુકા મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કીટ રાખવામાં આવી હતી. આ સુવિધા શહેરી વિસ્તારના લોકો માટે બનાવવામાં આવી હતી પરંતુ આ ઓપરેટરને પણ સસ્પેન્ડ કરવામાં આવતા શહેરી વિસ્તારના કુલ 19 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી લોકોને પોસ્ટ ઓફિસ અને સરકારી બેંકોના ધક્કા ખાવા પડી રહ્યા છે.

સેન્ટ્રલ ઝોન ઓફિસમાં માત્ર 4 નવા ઓપરેટરો સાથે કામગીરી

નગરપાલિકામાં આધારકાર્ડનો હવાલો સંભાળતા ચૂંટણી શાખાના મેનેજર નરેન્દ્ર આરદેશણાએ જણાવ્યું હતું કે UIDની મુંબઈ પ્રાદેશિક કચેરી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્રના તમામ 18 સંચાલકોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ત્રણેય ઝોનમાં 6-6 ઓપરેટરો કામ કરતા હતા. પરંતુ તેમના સસ્પેન્ડ થવાને કારણે હવે માત્ર સેન્ટ્રલ ઝોન ઓફિસમાં ચાર નવા ઓપરેટરો કામ કરી રહ્યા છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સસ્પેન્શન અટકાવવા ગાંધીનગર UID કચેરીમાં આવેદન

જો કે, ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં તેમની ભૂલ ન હતી, પરંતુ જન્મ-મૃત્યુના સોફ્ટવેરમાં ખામી હતી, જે હવે સુધારવામાં આવી છે. તેમજ એક વર્ષથી પાલિકામાં આધારકાર્ડની કામગીરી બંધ ન થાય તે માટે ગાંધીનગર યુઆઈડી કચેરીને રીકવેસ્ટ મેઈલ મોકલીને આ સસ્પેન્શન રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ આ રજૂઆતમાં યોગ્ય કારણો પણ આપવામાં આવ્યા છે, જેથી એકાદ-બે સપ્તાહમાં સસ્પેન્શન પાછું ખેંચાય તેવી શક્યતા છે. જો આમ નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ નવી ભરતી સહિતની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, ઓપરેટરો હડતાળ પર

આ પણ વાંચો: હવે આ સ્થળોએ એપોઇન્ટમેન્ટ વિના આધારકાર્ડની કામગીરી શરૂ કરાઈ

આ પણ વાંચો: સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘૂસણખોરીનો પ્રયાસ, 3 લોકોની કરાઈ ધરપકડ