#gujarat/ મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી આજથી બંધ, ઓપરેટરો હડતાળ પર

અમરેલી જીલ્લામાં આધારકાર્ડને લગતી તમામ કામગીરી આજથી બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમરેલી જીલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં કામગીરી બંધ કરવામાં આવી છે. આ કામગીરી બંધ કરવા પાછળનું કારણ કર્મચારીઓનું હડતાલ પર ઉતરવાનું છે. ખાનગી એજન્સીઓ દ્વારા જે આધારકાર્ડ ને લગતી કામગીરી ચાલે છે તે તમામ ઓપરેટરોનો છેલ્લા 5 મહિનાથી પગાર નથી થયો. આ […]

Top Stories Gujarat Others

અમરેલી જીલ્લામાં આધારકાર્ડને લગતી તમામ કામગીરી આજથી બંધ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર અમરેલી જીલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં કામગીરી બંધ કરવામાં આવી છે. આ કામગીરી બંધ કરવા પાછળનું કારણ કર્મચારીઓનું હડતાલ પર ઉતરવાનું છે. ખાનગી એજન્સીઓ દ્વારા જે આધારકાર્ડ ને લગતી કામગીરી ચાલે છે તે તમામ ઓપરેટરોનો છેલ્લા 5 મહિનાથી પગાર નથી થયો.

આ પગલે ઓપરેટરો હડતાલ પર ઉતરી આવ્યા છે. ખાનગી એજન્સીઓ દ્વારા પગાર ચુકવવામાં નથી આવ્યો અંતે હેરાન થઇને ઓપરેટરોએ આ પગલું ભર્યું છે. તાલુકા-જીલ્લાના તમામ ઓપરેટરો હડતાળ પર ઉતરી જવાથી આધારને લગતી તમામ કામગરી બંધ કરવામાં આવી છે. કામગીરી બંધ થતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: